વિજય માલ્યા બ્રિટનની કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે
લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે મંજૂરી આપી દીધી,નવ હજાર કરોડનો આરોપી માલ્યા ૨૦૧૬માં ભારત છોડી લંડન ભાગી ગયો હતો
ન્યુ દિલ્હી/યુકે,તા.૧૦
વિજય માલ્યા ભારત પ્રત્યર્પણ કેસમાં બ્રિટનની કોર્ટે પોતાનો ચુકાદો આપી દિધો છે. વિજય માલ્યાને પ્રત્યર્પણની મંજૂરી મળી ગઇ છે. કોર્ટની સુનાવણીમાં સીબીઆઈ સંયુક્ત નિયામક સાઈ મનોહરના નેતૃત્વમાં સીબીઆઈ, ઈડીની સંયુક્ત ટીમ હાજર રહી હતી. પ્રત્યર્પણ અંગે ચુકાદો આવે તે પહેલાં વિજય માલ્યા ૧૭ બેન્કના કોન્સોર્ટિયમને ૧૦૦ ટકા મૂડીકીય રકમ ભરવાની તૈયારી બતાવી ચૂક્યા છે.
કોર્ટમાં જતા પહેલાં માલ્યાએ કહ્યુું કે તેને સેટલમેન્ટ માટેની રજૂઆત કરી હતી. મિશેલના સવાલ પર માલ્યાએ કહ્યુું હતું કે તેના પ્રત્યાર્પણનું આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી. માલ્યાએ વધુમાં કહ્યુું કે- પહેલાં તે સ્પષ્ટ કરી દઉં કે મેં પૈસા ચોર્યાં નથી. મેં કિંગફિશર એરલાયન્સને બચાવવા માટે ૪ હજાર કરોડ રૂપિયા તેમાં લગાવ્યા હતા.
રૂપિયા ૯,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ અને કૌભાંડના આક્ષેપોનો સામનો કરવા માલ્યાનું ભારતમાં પ્રત્યર્પણ થવું જાઇએ કે કેમ તે મુદ્દે વેસ્ટમિનિસ્ટર કોર્ટે ચુકાદો આપી દિધો છે. હાલમાં જેમને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે તે રાકેશ અસ્થાના આ કેસ પર નજર રાખી રહ્યા હતા.
પ્રત્યર્પણ વોરન્ટ અનુસંધાનમાં ગયા વર્ષે એપ્રિલમાં ધરપકડ થયા પછી જામીન પર રહેલા ૬૨ વર્ષના કિંગફિશરના પૂર્વ વડા વિજય માલ્યા માર્ચ ૨૦૧૬થી બ્રિટનમાં વસી રહ્યા છે.
પોતાની સામેનો કેસ રાજકીય ઇરાદાસર થયેલો છે તેમ કહીને માલ્યા તેમની સામેની પ્રત્યાર્પણ કાર્યવાહીને પડકારી ચૂક્્યા છે. ૧૯૯૩માં બ્રિટન સાથે પ્રત્યર્પણ સંધિ થયા પછી માત્ર એક જ વ્યક્તિનું પ્રત્યર્પણ સંભવ બન્યું છે. વર્ષ ૨૦૦૨ના ગુજરાત રમખાણ કેસોમાં વોન્ટેડ સમીરભાઈ વિનુભાઈ પટેલનું ઓક્ટોબર ૨૦૧૬માં પ્રત્યર્પણ થયું હતું.
પ્રત્યર્પણ કેસમાં ચુકાદો આવે તે પહેલાં માલ્યા ૧૭ બેન્કના કોન્સોર્ટિયમને ૧૦૦ ટકા મૂડી ભરી દેવા ઓફર કરી ચૂક્્યા છે.માલ્યાએ ટ્વિટ કરીને કહ્યુું હતું કે,’ મેં એકપણ પૈસાનું ધિરાણ નથી મેળવ્યું.
ધિરાણ મેળવનાર કિંગફિશર એરલાઈન છે. બિઝનેસ નિષ્ફળ જતાં નાણાકીય નુકસાન ગયેલું છે. ગેરંટર તરીકે મને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે અને તે કૌભાંડ નથી. મેં તેમને ૧૦૦ ટકા મૂડી ભરી દેવાની ઓફર પણ કરી છે. તે લઈ લો.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



