સુરત, તા. ૧૦
વ્યારા-માંડવી રોડ પર વાંકલ ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને અડફેટમાં લેતો એક યુવકનું ગંભીર ઈજાને કારણે કરૂણ મોત થયું હતું.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલા બેડકુવા ગામના ડુગરી ફળિયામાં રહેતા ચેમાભાઈ રૂવજીભાઈ ચૌધીરનો ભાણેજ સુનીલ મચલા ભાઈ ચૌધરીએ ગઈકાલે સવારે વ્યારા-માંડવી રોડ પર વાકલ ગામની સીમમાંથી એક્ટિવા નં. જીજે-૨૩-આર-૨૭૦૮ ઉપર પસાર થતો હતો ત્યારે મોપેડને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધી હતી. સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર સુનીલ ચૌધરીનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે ચેમાભાઈ ચૌધરીએ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે કાયડદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



