પાટણ:
પાટણ જિલ્લાની કલેક્ટર ઓફિસમાં અગ્નિસ્નાન કરનારા દલિત એક્ટિવિસ્ટ ભાનુપ્રસાદ વણકરનું હ્રદયદ્રાવક મોત થતાં સમગ્ર રાજ્યના દલિતોમાં અને આમ જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. હોસ્પિટલમાં ભાનુભાઈના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા. ભાનુપ્રસાદ પોતે એક શિક્ષિત હતા તેમનો પરિવાર પણ શિક્ષિત છે પણ વિચારવા જેવી વાત એ છે કે નિરક્ષર લોકોની શું દશા થતી હશે આવા તંત્ર અને કર્મચારીઓ નાં પાપે. જોકે ભાનુભાઈનો મૃતદેહ પણ તેમના પરિવારજનોએ સ્વીકારવાનો ઈનકાર કરી દેતા સમગ્ર મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. દલિત સમાજનાં અગ્રણીઓ એ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી દોષીઓ કોણ છે તે જાણવા નહી મળે ત્યાં સુધી ભાનુભાઈની લાશનો અંતિમ સંસ્કાર નહી કરીએ. જોકે આ ઘટના સંદર્ભે સમગ્ર દેશનાં દલિતો આ બાબતે ઘીન્નાયા છે કે આ દેશમાં દલિતો એ ન્યાય અને હક મેળવવા માટે હજુ ક્યાં સુધી અગ્નિ પરીક્ષાઓ આપવી પડશે. આ પ્રજાતંત્ર દેશમાં જો પ્રજાને હક માટે પોતાનો જીવ આપવાની નોબત આવે તેવી શરમની વાત બીજી શું હોય શકે. જવાબદાર તંત્ર અને તેને લગતા તમામ લોકોને કાયદાનો કડક કોયડો જો વિંજવામાં આવે તો આવનાર સમયે કોઈ નાગરીકે ભાનુપ્રસાદની જેમ ભોગ બનવાનો વાળો નહિ આવે. મૃતદેહ પાસે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો કે ભાનુપ્રસાદનો સરકાર દ્વારા સારવાર અર્થે ખર્ચ આપવામાં આવે પણ હવે ભાનુપ્રસાદ તો નહિ જ લાવી શકે ને આવી વેદના જોવા મળી હતી. આવનાર સમયે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા દોષીઓ સામે પગલા ભરવામાં આવશે કે નહિ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"