ન્યુ દિલ્હી,તા.૨૪
નીરવ મોદી, મેહુલ ચૌકસી અને વિજય માલ્યા બાદ વધુ એક કારોબારી નિતિન સંદેસરા દેશ ચોડીને નાઈજીરિયા ભાગી ગયાના અહેવાલ છે.
કહેવાય છે કે, સ્ટ‹લગ બાયોટેકના માલિક નિતિન સાંદેસરા પર ૫૦૦૦ કરોડ રૂપિયાના બેંક ગોટાળાનો આરોપ છે. થોડા સમય પહેલા જ અહેવાલ આવ્યા હતા કે, કારોબારી નિતિન દુબઈમાં છે, પરંતુ ઈડી અને સીબીઆઈના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર તે નાઈજીરિયા ભાગી ગયો છે.
મીડિયા અહેવાલ અનુસાર ઈડી અને સીબીઆઈના સૂત્રો એ જણાવ્યું કે, નતિન, તેના ભાઈ ચેતન સાંદેસરા, ભાભી દીપ્તિ બેન સાંદેસરા અને પરિવારના અન્ય સભ્ય નાઈજિરાયામાં હોવાની વાત સામે આવી છે. જાકે આ મામલે સત્તાવાર કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ અહેવાલ આવ્યા હતા કે નિતિનની દુબઈમાં યૂએઈ ઓથોરિટીએ ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં આ અહેવાલ ખોટા નીકળ્યા હતા. હવે સામે આવ્યું ચે કે નિતિન સાંદેસરા અને તેનો પરિવાર ઘણાં સમય પહેલા જ નાઈજીરિયા ભાગી ગયા છે.
નોંધનીય છે કે, ભારતના નાઈજીરિયા સાથે કોઈ પણ પ્રત્યર્પણ કરાર નથી અને હવે તેને આફ્રીકાના દેશથી પરત લાવવા મુશ્કેલ છે. જાકે તપાસ એજન્સીઓએ યૂએઈ ઓથોરિટીને સાંદેસરાની ધરપકડ કરવા માટે અરજી કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત સાંદેસરા પરિવાર વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી થઈ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




