પાકિસ્તાનના સિંધમાં પહેલી વાર મેઘવાળ સમાજની મહિલા પ્રાંતીય એસેમ્બલી ચૂંટણી લડશે: સુનીતા પરમાર નવો ઈતિહાસ રચશે

0
809

કરાચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પહેલીવાર એક મેઘવાળ સમાજની મહિલા ૨૫‌ જુલાઈ યોજાનારી પ્રાંતીય એસેમ્બલી ચુંટણી નસીબ અજમાવશે. મુસ્લિમ સમાજની બહુમતી ધરાવતો પાકિસ્તાનમાં પહેલીવાર મેઘવાળ સમુદાયની કોઈ મહિલા પ્રાંતીય ચૂંટણી લડીને ઇતિહાસ રચી રહી છે. ભારતમાં વસતા મેઘવાળ સમાજ માટે ગૌરવ સમાન છે અને ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. મેઘવાળ સમુદાયની ૩૧ વર્ષીય સુનીતા પરમાર જિલ્લામાં સિંધ એસેમ્બલી પીએસ-૫૬ માટે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું છે. પાકિસ્તાનમાં સૌથી વધુ મેઘવાળ સમાજના થરપારકર જિલ્લામાં રહે છે. મીડિયા રિપોર્ટસ મુજબ, સુનીતા પરમારે કહ્યું છે કે તેમણે ચૂંટણી એટલા માટે લડવાનું નક્કી કર્યું છે કે અગાઉની સરકારોએ વચનો પૂરા ન કર્યા અને લોકોનું જીવનધોરણ સુધારવા સરકારો નિષ્ફળ રહી છે. પાકિસ્તાનમાં અન્ય એક મહિલા કૃષ્ણા કુમારી દેશની પ્રથમ મેઘવાળ સમાજની મહિલાએ સાંસદ તરીકે નોમિનેટ થઈ હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY