પાકિસ્તાનની તહેરીકે ઇન્સાફ પાર્ટી સત્તામાં પહોંચી છે જે પાકિસ્તાન માટે જ નહીં બલ્કે સમગ્ર દક્ષિણ એશિયા માટે એક મોટા સુચક તરીકે છે. ભારતીય મહાદ્ધિપના તમામ મોટા દેશોમાં બે મુખ્ય પાર્ટી રહી છે. અથવા તો એમ કહીએ કે બે મુખ્ય પાર્ટી વચ્ચે લડાઇ રહી છે. પરંતુ પાકિસ્તાનમાં ત્રીજી પાર્ટી તરીકે ઇમરાનખાનની પાર્ટી સત્તા સુધી પહોંચી ગઇ છે. ઇમરાન ખાને તેની પાર્ટીને એક અલગ ઓળખ અપાવી છે. જેના કારણે આ પાર્ટી સત્તા સુધી પહોંચી ગઇ છે. મોટા ભાગના લોકો આધુનિક પાકિસ્તાનના એક ચહેરા તરીકે ઇમરાન ખાનને જુએછે. તે તમામ વિસ્તારો અને જાતિના લીડર તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને ભુટ્ટો પરિવાર પર સિંઘની ઓળખ હોવાની છાપ લાગી ગઇ હતી. બીજી બાબત ઇમરાનની તરફેણમાં એ ગઇ છે કે પાકિસ્તાનના તમામ મોટા લીડરો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે પરંતુ ઇમરાનની છાપ બેદાગ રહી છે. જેના કારણે લોકો તેમની તરફ ખેંચાયા હતા. પાકિસ્તાનની પ્રજા ભ્રષ્ટાચાર અને વંશવાદના સકંજામાંથી બહાર નિકળવા માટે ઇચ્છુક હતી. નવાઝ શરીફ અને ભુટ્ટો ત્યાં ભ્રષ્ટ, વંશવાદી શાસનના પ્રતિક બની ગયા હતા. જેથી જનતા ઇમરાનને ચૂંટી કાઢીને નવા પ્રયોગ કરવા માટે ઇચ્છુક છે. પાકિસ્તાનની પ્રજાએ યુવા લીડર બિલાવલને પણ ફગાવી દીધા છે. ઇમરાનના પક્ષની બીજી એક બાબત એ રહી છે કે પરદા પાછળ પાકિસ્તાની સેના અને કેટલાક કટ્ટરપંથી પણ તેને સાથ આપતા રહ્યા છે. પાકિસ્તાની સમાજને સંચાલિત કરવામાં આ બન્નેની ભૂમિકા રહેલી છે. ઇમરાને ચૂંટણી પ્રચાર દરમિયાન સેના અને ત્રાસવાદ અંગે કોઇ વાત કરી ન હતી. ઇમરાને સેનાને કમજાર કરવાનો નવાઝ શરીફ પર આરોપ કર્યો હતો. ઇમરાને પ્રચાર દરમિયાન ભારત વિરુદ્ધ નિવેદનબાજી કરવાની કોઇ તક જવા દીધી ન હતી. યુવાનોને ખાતરી આપી હતી કે પાકિસ્તાનને ભારત કરતા આગળ લઇ જવામાં આવશે. આ તમામ વચ્ચે સારી એક બાબત બીજી પણ થઇ છે તે એ છે કે ત્રાસવાદીઓને તેમની જગ્યા પાકિસ્તાની લોકોએ બતાવી દીધી છે.ઇમરાન ખાન વિશ્વના સૌથી લોકપ્રિય ક્રિકેટર તરીકે રહી ચુક્યો છે. પાકિસ્તાન અને ભારતમાં તેના લાખો ચાહકો તેના સુવર્ણ કાળ દરમિયાન હતા. ક્રિકેટના દિવસો દરમિયાન રિવર્સ સ્વિંગના જનક તરીકે ગણાતા પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાઝને ગુરુ માનીને દુનિયામાં રિવર્સ સ્વિંગ કિંગ તરીકેનો તાજ
જીત્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પયનશીપ જીતાડવામાં પણ ઇમરાને ભૂમિકા ભજવી હતી.
ઇમરાનની લાઇફ સંપૂર્ણપણે ફિલ્મી તરીકે છે જેમાં મોટા પરિવાર, સ્ટારડમ, વિવાદ, પોલિટીક્સ તમામ બાબત સામેલ છે. ઇમરાન ખાનની કેરિયર અને લાઇફની વાત કરવામાં આવે તો ૫મી ઓક્ટોબર ૧૯૫૨ના દિવસે ઇમરાનનો જન્મ થયો હતો. લાહોરમાં જન્મ થયા બાદ લાહોરમાં જ સિક્ષણ મેળવ્યું હતું. મોડેથી ઇંગ્લેન્ડમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૭૫માં ઇમરાને ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના ટેબલ કોલેજથી રાજનીતિ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ઇમરાનની માતા શૌકત ખાનમ બુરકી પરિવારમાંથી છે. ૧૬ વર્ષની વયમાં ઇમરાને પ્રોફેશનલ ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. ૧૯૬૮માં ફર્સ્ટક્લાસમાં ડેબ્યુ કરીને શરૂઆત કરી હતી. ૧૯૭૧માં ઇમરાનને ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. ૧૯૭૪માં આજ દેશ માટે પ્રથમ વનડે રમી હતી. ૧૯૮૨માં ઇમરાન ટીમનો કેપ્ટન બન્યો હતો. રિવર્સ સ્વિંગના કિંગ તરીકે ઇમરાને લોકપ્રિયતા મેળવી હતી. તેની ઓળખ એક ઓલરાઉન્ડર તરીકે થઇ હતી. ૧૯૮૭માં તેના નેતૃત્વમાં પાકિસ્તાનને વર્લ્ડકપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઇમરાને નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ તત્કાલિન પ્રમુખ જનરલ જીયા ઉલ હકના આદેશથી નિવૃત્તિ ખેંચી હતી. ઇમરાનની વાપસી જારદાર રહી હતી. ૧૯૯૨માં પાકિસ્તાને વર્લ્ડકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. ૧૯૯૨માં ૨૫મી માર્ચે ઇમરાને પોતાની છેલ્લી વનડે ઇંગ્લેન્ડ સામે રમી હતી. એટલે કે ઇંગ્લેન્ડની સામે શરૂ થયેલી પટકથા ઇંગ્લેન્ડ સામે જ પુરી થઇ હતી. ૧૯૯૨માં ઇમરાને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી લીધા બાદ ઇમરાનની અસલી પરીક્ષા શરૂ થશે.તેના પર સેનાનુ દબાણ શરીફ કરતા વધારે રહેશે તે બાબત નક્કી છે. જેથી ભારત સહિતના દેશો સાથે તે કયા પ્રકારના સંબંધ સ્થાપિત કરે છે તેના પર તમામની નજર રહેશે. ત્રાસવાદ મુદ્દા પર તો પાકિસ્તાન પહેલા જ અલગ પડી ગયુ છે. વિશ્વના દેશો સામે તેની છાપ સુધારવા માટે તેને કેટલાક નક્કર પગલા લેવા પડશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




