આજે સવારે 6 થી સાંજે 6 સુધી તમામ હોસ્પિટલ અને દવાખાના બંધ રહશે
આજ રોજ ભરૂચની ગંગોત્રી હોટલ ખાતે નેશનલ મેડિકલ કમિશન બિલ ૨૦૧૭ ના વિરોધને લઈને ભારતના તમામ તબીબો એક દિવસીય હડતાલમાં હોય ભરૂચ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ હડતાલ પર ઉતરી હોટલ ગંગોત્રી ખાતે ભેગા થઈને આગળની રણનીતી માટે ચર્ચા વિચારણાઓ કરી હતી.

અમદાવાદમાં ૧૪મી અને ૧૫મી એપ્રિલ ૨૦૧૮ના રોજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશની ૨૧૮મી કેન્દ્રીય કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યોના પ્રમુખ અને સચિવોએ હાજરી આપી હતી. આ બેઠકમાં બેદરકારીપૂર્વક બનાવાયેલા નેશનલ કમિશન બિલ ૨૦૧૭ના દરેક પાસા અને તેની અસરો અંગે ગંભીર અને વ્યાપક ચર્ચા થઈ હતી, જેમાં આ બીલ લોકો વિરોધી અને તબીબી વ્યવસાય વિરોધી હોવાનું જણાયું હતું. આઈએમએએ આ બિલને સૂચિત સુધારા બાદ પણ ધનિકો તરફી ગણાવ્યું છે. એસોસિએશને આ બીલના કારણે એકબાજુ ગરીબો અને વંચિત વર્ગ માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે અને બીજીબાજુ સમાજના માત્ર ધનિક અને સાધન સંપન્ન વર્ગના લોકો જ ડોક્ટર્સ બની શકશે તેવો દાવો કર્યો હતો. એસોસિએશને જણાવ્યું હતું કે આ બાબત સ્વીકારી શકાય તેમ નથી. આઈએમએ ગરીબોના અવાજ તરીકે આ કાયદા સામે લડવાને પોતાની રાષ્ટ્રીય ફરજ માને છે.

નેશનલ મેડિકલ કમિશન બિલ ૨૦૧૭ના આગમન સમયે ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ખાનગી મેડિકલ કોલેજોએ એમબીબીએસ માટે પ્રત્યેક વર્ષ માટે રૂ. ૨૫થી રૂ.૩૦ લાખની ફી ઊઘરાવવાનું શરૂ કર્યું છે. વધુમાં આ ફી ચૂકવી શકે તેવા ધનિકો માટે ૫૦% બેઠકોની અનામત સમાન તકોનો ઈનકાર કરે છે, તેથી તે નિશ્ચિતપણે લોકો વિરોધી છે.
વધુમાં એનએમસી જેવો ગરીબો વિરોધી, લોકો વિરોધી અને સમવાય વિરોધી કાયદો પસાર થઈ જશે તો માત્ર સ્વાસ્થ્ય ક્ષેત્ર પર જ નહીં, પરંતુ દેશના સમવાયી માળખા પર પણ ગંભીર અસર પડશે. સ્વતંત્રતા સંઘર્ષમાં રચના થઈ હતી તે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે તેની કટીબદ્ધતા પૂરી કરવા નેશનલ મેડિકલ કમિશન ૨૦૧૭ને નકારી કાઢે છે અને સીધા લોકો સમક્ષ આ મુદ્દો લઈ જઈને લોકો વિરોધી આ ખરડા સામે લડત ચલાવવાનો ઠરાવ પસાર કરે છે.સરકાર બળજબરીપૂર્વક વર્તમાન સ્વરૂપમાં આ બીલ પસાર કરવાનો પ્રયાસ કરશે તો તેણે ભૂતકાળ જેવા જ પ્રતિકારનો સામનો કરવો પડશે.
ગુજરાત સ્ટેટ બ્રાંચ આઈ.એમ. એ.ના પ્રમુખ ડો. ભુપેન્દ્ર શાહ તથા માનદમંત્રી ડો. કમલેશ સૈની,ભરૂચ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.પારિતોષીત મોદી અને સેક્રેટરી ડો.દુષ્યંત વરિયાએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તારીખ ૨૮/૦૭/૨૦૧૮ શનિવાર ના રોજ કેન્દ્ર સરકાર ના NMC બિલના વિરોધમાં ગુજરાત ના દરેક દવાખાનાઓ, લેબોરેટરી માં રોજિંદી સેવાઓ સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન આકસ્મિક ( ઈમર્જરન્સી) સેવાઓ ચાલુ રહેશે. આ દરમિયાન દર્દી ઓ ને પડનાર અગવડ માટે અમો દિલગીર કરી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






