પોતે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર બચાવ કરતા બોલ્યા ગેનીબેન રજૂઆત કરતી મહિલાઓના આક્રોશને શાંત કરવા આપ્યું નિવેદન : ગેનીબેન ઠાકોર

0
6

પાલનપુર,તા.૧૨
હિંમતનગરના ઢુંઢરમાં ૧૪ માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ બનાસકાંઠાના વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મહિલાઓ સાથેની ચર્ચામાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, બળાત્કારના આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જાઈએ. તેના બચાવમાં રજૂઆત કરવા આવેલી મહિલાઓના સૂરમાં સૂર પુરાવી પોતે આવું નિવેદન કર્યું હોવાનું જણાવીને ગેનીબેને યુ-ટર્ન લીધો હતો.
આ મામલે ગેનીબેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મહિલાઓ આક્રોશમાં આવી આરોપીને સળગાવી દેવાની વાત કરતી હતી જેથી મેં પણ આ મહિલાઓ ને શાંત કરવા માટે તેમના સુર માં સુર પુરાવ્યો હતો
સાબરકાંઠાના ઢુંઢરમાં ૧૪ વર્ષની બાળકી પર થયેલા અત્યાચાર મામલે ગેનીબેન ઠાકોરનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેમાં વિવિધ સામાજિક સંગઠનોની મહિલાઓ આરોપીને કડક સજા થાય તે માટે રજુઆત કરવા ગેનીબેનના ઘરે પહોંચી હતી. તે સમયે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાજર મહિલાઓને કહ્યું હતું કે, ભારતના કાયદામાંથી દરેકને પસાર થવું પડતું હોય છે. આવી ઘટનામાં જે તે સમયે ૫૦૦-૧૦૦૦ લોકોએ ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જાઈએ. બળાત્કારના આરોપીને પોલીસને હવાલે ન કરવો જાઈએ. જે સમયે બનાવ બન્યો ત્યારે જ આ પગલું ભરવું જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY