સરદારજીની પ્રતિમા સ્થળે બનશે શિવલિંગ, મોદીજીનાં હસ્તે નર્મદાના પાણીથી જળાભિષેક કરાશે

0
9

નર્મદા,તા.૧૨
૩૧મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને લઈને કેવડિયા ખાતે ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ માટે વડાપ્રધાન કાર્યાલય અને સચિવાલયના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે.
સરદાર પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હાથે થશે. લોકાર્પણ દરમિયાન તેઓ સભાને પણ સંબોધન કરશે. આ માટે જાહેરસભાનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે સરદાર સરોવર ડેમ નજીક આવેલા હેલીપેડ ખાતે નરેન્દ્ર મોદીની જાહેર સભા થશે.
જાકે, અહીં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર કાર્યક્રમ ટૂંકાવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ફક્ત દસ હજાર જેટલા લોકોની હાજરીમાં સરદારની પ્રતિમાનું લોકાર્પણ કરશે.
સરદારની આખી પ્રતિમાને ઢાંકી શકાય તેમ ન હોવાથી સભાસ્થળે સરદારની ૨૦ ફૂટની એક રેપ્લિકા તૈયાર કરવામાં આવશે. મોદીને આ રેપ્લિકાનું જ અનાવરણ કરશે.
૧૮૨ મીટર ઊંચી સરદારની પ્રતિમા સ્થળે એક શિવલિંગ પણ બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદી આ શિવલિંગ પર નર્મદાના પાણીથી જળાભિષેક કરશે.
હાલમાં સ્ટેચ્યૂની બહારની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જ્યારે સ્ટેચ્યૂની અંદરની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ટૂંક સમયમાં સ્ટેજ સહિતની કામગીરીનો પણ પ્રાંરભ થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY