ગુજરાતમાંથી અ..ધ..ધ..ધ..૫૦ કરોડની જીએસટીની ચોરી પકડાઈ..!!

0
10

અમદાવાદ,તા.૧૨
રાજ્યમાં ગુડસ એન્ડ ટેક્સના કાયદાના અમલીકરણ પછી વેપાર કરતા ૧૦૦ જેટલા વેપારીઓ જીએસટીના ભરવાના થતા રિટર્ન્સ અને જીએસટી ભરતાં ન હોવાનુ જણાતા તેમની એક યાદી તૈયાર કરીને તેમની સામે સઘન ઝુંબેશ ચાલુ કરીને અંદાજે ૫૦ કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં આવી છે. કરચોરીની રકમ વસુલવા માટેના તેમના બેન્ક ખાતાઓ અને માલના સ્ટોકને ટાંચમાં લેવામાં આવ્યા છે.
આ વેપારીઓ પાસેથી તપાસ દરમિયાન જ રૂ.૧૨ કરોડની વસૂલી કરી લેવામાં આવી છે. માત્ર ઈ-વે બિલ જનરેટ કરાવીને મોટી રકમનો માલ સ્પ્લાય કર્યો હોય તેવા ડિફોલ્ટર્સના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી. તેમની સાથે મળીનેકામકરતા ૧૫ જેટલા બોગસ વેપારીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી હતી. કરચોરી કરવાના ઈરાદા સાથે જ વેપારીઓએ બોગસ વેપારીઓનો ઉપયોગ કરીને માલ સ્પ્લાય કર્યો હોવાનો દેખાવ ઉભો કર્યો હતો. બે રજીસ્ટર્ડ વેપારીઓ વચ્ચે જીએસટી જમા કરાવ્યા વગર સોદો કરાવવા માટે બે માત્ર બિલિંગનુ કામ કરતા વેપારીઓને ઉભા કરીને તેમના માધ્યમથી તેઓ ઈ-વે બિલ ઈશ્યુ કરાવી લે છે. તેને આધારે અમદાવાદનો માલ દિલ્હી પહોચ્યો હોવાનુ દર્શાવી દેવામાં આવે છે.
આ માલ ખરેખર ટ્રાન્સફર ન થયો હોવાની સંભાવના છે. તેમ છતાં તેને આધારે મોટી રકમની ક્રેડિટ કે રિફંડ મેળવવામાં આવી રહ્યા છે. આ રીતે જીએસટીની ચોરી કરી રહેલા વેપારીઓની આકરી પૂછપરછ ચાલી રહી છે. જીએસટી કચેરી તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY