પાલેજ :
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ રેલ્વે સ્ટેશન પર ગુરૂવારના રોજ બપોર બાદ સ્પેશિયલ રેલવે ટી સી ની સ્કવોડ દ્વારા આવતી લોકલ એક્સપ્રેસ ટ્રેનોના સમયે વડોદરા સુરત મુંબઇ ચર્ચગેટ મળી ૪૦ જેટલા ટીકીટ ચેકર અને ૨૦ આર પી એફ ના પોલીસ કાફલા સાથે પાલેજ સ્ટેશને ધસી આવી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
પાલેજ રેલવે સ્ટેશન પર અપ – ડાઉનમાં સ્ટોપ કરતી ટ્રેનોમાં એક સાથે દરેક કોચમાં ટીકીટ ચેકરોએ ચઢી જઇ ટ્રેન ઊભી રહે ત્યાં સુધીમાં મુસાફરોની પાસેની ટિકિટ, પાસની ચેકિંગ હાથ ધરી વગર ટિકિટના મુસાફરોને ઝડપી લીધાં હતા. ફલાઇંગ સ્ક્વોડ સ્ટાફે 250 રૂપિયા લેખે દંડની રકમ વસુલી હતી. ટીકીટ ચેકિંગ દરમ્યાન અાશરે 30 ખુદાબક્ષો ઝડપાયા હતાં. ટીકીટ ચેકિંગ માટેનો સ્ટાફ લક્ઝરી બસમાં આવી પાલેજ રેલવે સ્ટેશને ચેકિંગ હાથ ધરી હતી. બસ રેડ ફ્લાઇંગ સ્ક્વોડમાં ચર્ચગેટ મુંબઇથી પી ટી ચૌહાણ, સુરતથી જે સી પરમાર (જેક) વડોદરાથી ડી સી એમ નાયરે સ્ટાફ સાથે ચેકિંગ હાથ ધરી હતી. જોકે આ ચેકિંગ થી રેલ્વે ટીકીટ વગર મુસાફરી કરતા ખુદાબક્ષો માં ફફડાટ ફેલાયો છે.
(ઉવૈસ લાંગીયા.પાલેજ)
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"