ભરૂચ,
તા.૩૧મીના રોજ ઢળતી સાંજે ઝઘડિયાનાં બોરીદ્રા ગામની મુલદ જવાના રસ્તા વાળા વગામાથી અર્ધબેભાન અવસ્થામાં દીપડો મળી આવ્યો છે, ખેડૂત તથા સ્થાનિકો એ વનખાતાનો સંપર્ક કરતા ઝઘડિયા ફોરેસ્ટર સહીત નો સ્ટાફ દ્વારા પશુ ચિકિત્સકની મદદથી પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. દીપડો અશક્ત થઈગયો હતો, ત્યાર બાદ તેને ઝઘડિયા ખાતે લાવવામાં આવ્યો હતો. ઝઘડિયાના પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે દીપડાએ કોઈ ઝેરી પદાર્થ ખાધો હોવાના કારણે દીપડાની આ પરિસ્થિતિ થઇ હોવાનું પ્રાથમિક તારણ કાઢ્યું હતું. હાલમાં દીપડો વનખાતાની કચેરી પર છે અને તેની તબિયતમાં સુધારો થતો હોવાનું પશુ ચિકિત્સક દ્વારા જણાવાયું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"