અજાણ્યાએ કરેલા હુમલામાં કારીગર ગંભીર
સુરત, તા.૨૯
સારોલી અંબિકા ઈન્ડસ્ટ્રીયઝમાં અજાણ્યા વ્યકિતએ કારીગરને માથામાં પાઈપ મારી હત્યાની કોશિષ કરી હતી.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સારોલી અંબિકા ઈન્ડસ્ટ્રીઝમાં ખાતા નં. ૨માં કામ કરતો અજય ત્રિલોકભાઈ પ્રસાદ (ઉ.વ. ૨૭) ઉપર કોઈ અજાણ્યા વ્યકિતએ એમ્બ્રોઈડરી મશીનના સ્ટેન્ડ પાઈપથી માથાના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ તા. ૨૭/૫/૧૯ ના રોજ રાત્રે ૧૦ઃ૦૦ કલાકની આસપાસ બન્યો હતો. ઘટના સંદર્ભે કારખાનેદાર દલપતસિંહ ભાયલે પુણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પુણા પોલીસ હત્યાની કોશિષને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




