ભારતમાં રાજકીય સુધારાની વાત કરવાની બાબત જેટલી સરળ છે તેટલી જ મુશ્કેલ બાબત રાજકીય સુધારા કરવાની છે. હવે સાંસદો, ધારાસભ્યોની સંપત્તિની તપાસ પર પરદા રાખવા માટે કેન્દ્રિય પ્રત્યક્ષ કરેરા બોર્ડ દ્વારા ચૂંટણી પંચને જે પત્ર સોંપવામાં આવ્યો છે તેનો બિન ઘોષિત હેતુ રાજકીય નેતાઓની સંપત્તિ સાથે સંબંધિત માહિતી સામાન્ય લોકો સુધી પહોંચવાથી રોકવાનો રહેલો છે. જનતાની રકમ પર ચાલનાર સંસ્થાઓ જનતાથી જ માહિતી છુપાવવા માટે ઇચ્છુક છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજી દર્શાવે છે કે ૨૬ લોકસભા સભ્ય, ૧૧ રાજ્યસભા સભ્ય અને ૨૫૭ ધારાસભ્યોની સંપત્તિ બે ચૂંટણી વચ્ચેના ગાળામાં અનેક ગણી વધી ગઇ છે. કેન્દ્રિય પ્રત્યક્ષ કરવેરા બોર્ડે તેની ચકાસણી હાથ ધરી છે. કેન્દ્રિય માહિતી પંચ અને ચૂંટણી પંચ બંનેની યોજના છે કે નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવતી એફિડેવિટની તપાસ કરવામાં આવે અને માહિતીની માંગ કરનારને માહિતી પણ ઉપલબ્ધ કરાવી દેવામાં આવે. જા કે આ કમનસીબ બાબત છે કે કરવેરા બોર્ડ આવા કોઇ પગલા લઇ શકતુ નથી. તેના દ્વારા આવકવેરા વિભાગની કલમ ૧૩૮નો ઉલ્લેખ કરીને કહ્યુ છે કે કેટલીક માહિતી છુપાવી શકાય છે. આ કલમ હેઠળ આવી માહિતી છુપાવી શકાય છે. આખરે કોના ઇશારા પર કોના હિતમાં આ માહિતી છુપાવવામાં આવી રહી છે તે બાબત ગળે ઉતરી રહી નથી. આખરે એવા નિયમો અને કાયદાની જરૂર શુ છે જેના કારણે દેશ ભ્રષ્ટાચારના માર્ગ પર વધુ આગળ વધી શકે. એકબાજુ અમે ભ્રષ્ટાચારને નાબુદ કરવાની વાત કરી રહ્યા છીએ બીજી બાજુ આવા પગલાને સમર્થન આપી રહ્યા છીએ. પહેલા તો આ વાત સમજી લેવી પડશે કે રાજકીય સુધારાની સૌથી મોટી જવાબદારી બંધારણીય સંસ્થાઓની રહેલી છે. આ પ્રકારના નિયમો સારા કામ અને નેતાઓ તેમજ અધિકારીઓને સંરક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યા હતા. જા કે આના કારણે જા ભ્રષ્ટાચારી લોકોને મદદ મળવા લાગી ગઇ છે તો તરત જાગી જવાનો સમય છે. રાજકીય પાર્ટી સુચનાના અધિકારની હદની બહાર રહેવા માંગે છે. રાજકીય પાર્ટીઓ ઇચ્છતી નથી કે તેમની સંપત્તિના સંબંધમાં માહિતી સામાન્ય લોકો સુધી પહોંચે. રાજકીય સુધારાની આડે આ સૌથી મોટી અડચણ છે. નૈતિકતાની મોટી મોટી વાત કરનાર પાર્ટીઓ આ મોરચે એકમત દેખાય છે. હવે તેમના નેતાઓ દ્વારા ચૂંટણીના સમય દાખલ કરવામાં આવતી એફિડેવિટ પણ ગુપ્તતાની શ્રેણીમાં આવી જશે તો રાજકીય સુધારાની પ્રક્રિયા કઇ રીતે આગળ વધી શકશે. એફિડેવિટની પ્રક્રિયા માત્ર કાગળ પરની પ્રક્રિયા રહી જશે. કર બોર્ડ દ્વારા જે નિયમોની વાત કરવામાં આવી રહી છે તેને તરત જ ખતમ કરવાની દિશામાં પહેલ કરવી જાઇે. જન પ્રતિનિધીઓને પણ આ બાબત ધ્યાન રાખવા જેવી છે કે તેઓ લોકસેવા માટે છે. સુચના ક્રન્તિના દોર્ મા માહિતી છુપાવીને રાખવાની બાબત ચોક્કસપણે હાસ્યાસ્પદ લાગે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


