ભરૂચ ની બાયપાસ સોસાયટી સ્થાનિકો દ્રારા નગરપાલિકા કચેરીએ હલ્લા બોલ..

0
186

ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૧ ના સ્થાનિકો દ્રારા ગટર અને રસ્તાઓને લઈને નગરપાલિકા કચેરીએ હલ્લા બોલ કરવામાં આવ્યું હતું.

ભરૂચ વોર્ડ નંબર- ૧ માં આવેલ સોસાયટીઓ નેશનલ પાર્ક,રોશન પાર્ક,રિયાઝ પાર્ક તેમજ ઈમરાન પાર્કના રહીશો દ્રારા રોડ અને ગટર લાઈનોને લઈને નગરપાલિકા ના પ્રમુખ અને ચીફ ઓફિસર નો ઘેરાવો કર્યો હતો.

ગત રોજ નેશનલ પાર્ક રોડ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે મીનાઝ ઐયુબ પટેલ ઉંમર વર્ષ- ૨૬ નાઓ સાઈડ પરથી પસાર થતો હતો તે દરમ્યાન ઉપર થી મકાનની છત પડતાં ઐયુબ પટેલને માથાના ભાગે ઈજાઓ થતા તેને પેરાલિસિસ થઈ જતા સ્થાનિકો ઉશ્કેરાયા હતાં. અને આજ રોજ નગર પાલિકા કચેરીએ ધસી જઈને પ્રમુખ અને મુખ્ય અધિકારી નો ઘેરાવો કર્યો હતો અને દિન ત્રણમાં જો રોડ નહીં બનાવમાં આવે તો આજુબાજુ ના સ્થાનિકોએ ઉગ્ર આંદોલન સાથે તાળા બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY