ન્યુ દિલ્હી,તા.૧૭
ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઈડી)એ પીએનબી ગોટાળામાં મેહુલ ચોકસી અને અન્ય આરોપીઓની ૨૧૮.૪૬ કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી દીધી છે. અન્યમાં ભંસાલી અને એપી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક કંપનીની પ્રોપર્ટી સામેલ છે. ભંસાલી નીરવ મોદીનો નિકટતમ છે. ઇન્ટરપોલે થોડા દિવસો અગાઉ તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ૧૩ હજાર કરોડ રૂપિયાથી વધુના પીએનબી ગોટાળામાં ઈડી મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે.
ગયા મહિને ઈડીએ ૫ દેશોમાં નીરવ મોદી અને તેના પરિજનોની ૬૩૭ કરોડ રૂપિયાની સંપત્તિ પણ અટેચ કરી હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીએ પીએનબીની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓની સાંઠગાંઠથી ગોટાળો કર્યો હતો. બંનેએ નકલી લેટર ઓફ અન્ડરટેકિંગ્સ દ્વારા બેંકની રકમ લઈને વિદેશમાં ટ્રાન્સફર કરી.
આ વર્ષે જાન્યુઆરીમાં પીએનબી ગોટાળાની જાણ થઈ. તેના પહેલા જ નીરવ મોદી અને મેહુલ ચોકસી ભાગી ગયા. નીરવ બ્રિટેનમાં જ્યારે મેહુલ એન્ટીગુઆમાં રહે છે. સરકાર બંનેના પ્રત્યર્પણના પ્રયાસમાં લાગેલી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



