શ્રીનગર,તા.૪
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી પ્રમુખ મહબુબા મુફ્તીએ કાશ્મીર સમસ્યાને રાજકીય સમસ્યા ગણાવી છે. મુફ્તીએ કહ્યું કે આ રાજકીય મુદ્દાનું સમાધાન રાજકીય રીતે શોધવાની જરૂરિયાત છે.
આ મામલે પાકિસ્તાન સહિત તમામ પક્ષોને સામેલ કરવામાં આવે. ભાજપના સમર્થનથી જમ્મુ-કાશ્મીરમાં સત્તા ભોગવી ચુકેલા મહબુબા મુફ્તીએ ટિવટ કરીને કહ્યું ૧૯૪૭થી જ સરકારો કાશ્મીરને સુરક્ષાના ચશ્માથી જાતી આવી છે.
નવા ગૃહ પ્રધાન અમિત શાહના બળ પ્રયોગના માધ્યમથી ત્વરીત સુધારાની આશા હાસ્યાસ્પદ છે.
આ પહેલા શાહે નવી દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા સ્થિતિની સમિક્ષા કરી જ્યા તેમને જમ્મુ-કાશ્મિરની સ્થિતિથી પણ અવગત કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




