શાજહાંપુર,તા.૯
સ્કૂલમાં બાળકો સાથે અત્યાચારનો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો શાહજહાંપુરના રોઝા વિસ્તારના ગામમાં આવેલ એક ખાનગી શાળાનો છે. અહીં એક શિક્ષકે બાળકને છૂટી પેન ફેંકતા આંખ જ ફૂટી ગઇ. અહીંથી પણ ના અટકતા માસૂમને ઢોર માર માર્યો હતો.
પરિવારજનોએ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા પરંતુ ડાકટર્સે તેને લખનઉ રેફર કરી દીધો. લખનઉની મેડિકલ કોલેજના ડાકટર્સનું કહેવું છે કે બાળકની આંખ જ કાઢવી પડશે. તેની આંખની રોશની જતી રહી છે. પરિવારનજાને આરોપ મૂકયો છે કે બાળકની ભૂલ એટલી જ હતી કે ગણતરી બરાબર કરી શકયો નહોતો. હાલ પોલીસ આ સમગ્ર કેસની તપાસમાં લાગી ગયું છે.
રહીમપુર ગામમાં રહેતા રામસિંહે જણાવ્યું કે મારો સાત વર્ષનો દીકરો લવકુશ ગામની ઉર્મિલા દેવી સ્કૂલમાં કેજીમાં અભ્યાસ કરતો હતો. ૨૫મી જુલાઇના રોજ શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે શિક્ષકે કોઇ વાત પર દીકરાને માર્યો અને પેનથી બાળકની આંખ પર પ્રહાર કરતાં તેની આંખમાંથી લોહીની ટશી ફૂટી. બાળકનો વાંક એટલો જ હતો કે તે ગણતરી સંભળાવી શકયો નહીં અને શિક્ષકના ગુસ્સાનો ભોગ બન્યો. જા કે આ સમગ્ર કેસમાં સ્કૂલના શિક્ષક પોતાને નિર્દોષ ગણાવી તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યાં છે. જાકે કહેવાય છે કે આ શિક્ષકે અગાઉ એક વિદ્યાર્થીને માર્યો હતો તો હાથ ભાંગી ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




