ઉપલેટા તાલુકાના તણસવા ગામે એસ્પ્રો સંસ્થા અને વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષો નુ મહત્વ વૃક્ષારોપણ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

0
21

આજરોજ ઉપલેટા તાલુકાના તણસવા ગામે સહકારી મંડળી ખાતે ખેડૂતોની ઉપસ્થિતમાં એસ્પ્રો સંસ્થા દ્વારા ચાલતા સુધારેલ કપાસ યંત્રણા કાર્યક્રમ જે ખેતી અંગેના માર્ગદર્શન અને પર્યાવરણ ટકી રહે તેમજ પાણીનો અસરકારક ઉપયોગ થાય તે હેતુ ખેડૂતોને માર્ગદર્શન આપતી સંસ્થા અને વન વિભાગના અધિકારી જાડેજા દ્વારા વૃક્ષોરોપણ તેમજ તેના વિતરણ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત વૃક્ષોનું મહત્વ શું છે ? હાલ જે વાતાવરણમાં બદલાવ તેમજ જંગલોનો જે નાશ થતો જાય છે તેને કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઉદભવી છે. તેના નિરાકરણ માટે વૃક્ષોનું વાતાવરણ, પર્યાવરણ તેમજ જીવ સૃષ્ટિ માટે શું મહત્વ છે તે અંગે માર્ગદર્શન આપી આ કાર્યક્રમ ખેડૂતો અને લોકો માટે અસરકારક નીવડે તેમ જ આવનારી આ અંગેની સમસ્યાનું નિરાકરણ થાય, તે અંગે જાગૃતિ આવે, તેવા પ્રયાસ નો હેતુ છે. આમ આવી બાબતોને લઈને આવનારા વર્ષોમાં પર્યાવરણ પ્રદૂષણ મુક્ત થાય તેવા સંકલ્પ સાથે આ કાર્યક્રમનું સમાપન થયેલ. તેમજ એફપ્રો દ્વારા વન વિભાગના સહયોગથી ઉપલેટા, ધોરાજી, જેતપુર અને જામકંડોરણા તાલુકામાં ૪૨૦૦ જેટલા વિવિધ રોપાઓનું વિતરણ કરેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા એસ્પ્રોના એરીયા મેનેજર બીપીન રબારી તેમજ વન વિભાગના આર.એફ.ઓ. જે.પી.જાડેજા, મયુરભાઈ જોષી, તણસવા ગામના સરપંચ પરબતભાઈ મારુ તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્ર ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY