પીએચડી કરવા માટેની સુવર્ણ તક

0
277

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ગાંધીનગર દ્વારા હવે પોતાના પીએચડી પ્રોગ્રામ માટે અરજી આમંત્રિત કરી છે.

આ અરજી શૈક્ષણિક સત્ર ૨૦૧૮ માટે આમંત્રિત કરવામાં આવી છે. યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવ્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. યોગ્ય ઉમેદવારોની પસંદગી લેખત પરીક્ષ અને ઇન્ટરવ્યુના આધાર પર કરવામાં આવનાર છે. પ્રવેશ લેવા માટે ઇચ્છુક ઉમેદવારો અને લાયકાત ધરાવતા દાવેદાર પાંચમી ઓક્ટોબરના દિવસ સુધી અરજી ફોર્મ ભરી શકે છે. પ્રવેશ મેળવી લેવા માટે લાયકાતની વાત કરવામાં આવે તો ઉમેદવારની પાસે ચોક્કસ લાયકાત હોવી જાઇએ.

પ્રવેશ મેળવી લેવા માટે અરજીદારની પાસે યોગ્ય બ્રાન્ચમાંથી એમએ. એમએસસી, બીટેક, એમટેક અથવા તો સમકક્ષ ડિગ્રી રહે તે જરૂરી છે. આની સાથે જ અરજીદારોની પાસે કેટલીક અન્ય લાયકાત પણ હોવી જાઇએ. જેમ કે આરજીદારોના એમએ, એમએસસી, બીટેક, એમટેકમાં ઓછામાં ઓછા ૫૫ ટકા માર્ક રહે તે જરૂરી છે. અથવા તો ૫.૫ સીપીઇ માર્ક રહે તે જરૂરી છે. એસસી, એસટી, પીડી અને અન્ય કેટેગરીના દાવેદારોને કેટલીક રાહત આપવમાં આવે આવે છે. તેમને નિયમો મુજબ જ રાહતો મળે છે. જરૂરી માર્કન છુટછાટ આપવામાં આવે છે. અરજી કરતા પહેલા તમામ અરજીદારોએ લાયકાતના સંબંધમાં માહિતી ચોક્કસપણે એકત્રિત કરવી જાઇએ. પીએચડી પ્રોગ્રામમાં સામાન્ય રીતે પ્રવેશ ઇન્ટરવ્યુના આધાર પર કરવામાં આવે છે.

અલબત્ત જા જરૂર પડે તો લેખિત પરિક્ષાનુ પણ આયોજન કરવામાં આવે ચે. ઇન્ટરવ્યુ અને લેખિત પરીક્ષા માટે દાવેદારોની પસંદગી કરવામાં આવે છે. તેમની શૈક્ષણિક લાયકાત, સ્ટેટમેન્ટ ઓફ પેપર્સ, જેવી બાબતના આધાર પર તેમની પસંદગી કરવામાં આવે છે. અરજીદારોની અંતિમ પસંદગી શૈક્ષણિક રેકોર્ડ, લેખિત પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યુના આધાર પર કરવામાં આવે છે. જરૂરી તારીખ પર પણ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. આઇઆઇટી ગાંધીનગર ના પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ લેવા માટે ઇચ્છુક દાવેદારો દ્વારા પાંચમી ઓક્ટોબર ૨૦૧૮ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. લેખિત પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યુ માટે શોર્ટ લિસ્ટેડ કરવામાં આવેલા દાવેદારોને બોલાવવામા ંઆવે છે. આની જાહેરાત ૧૬મી ઓક્ટોબરના દિવસે કરવામાં આવનાર છે. એટલે કે ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા બાદ શોર્ટ લિસ્ટેડ કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં રહેલા ઉમેદવારોની જાહેરાત ૧૬મી ઓક્ટોબરના દિવસે કરવામાં આવનાર છે.

ત્યારબાદ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના દોર ચાલે છે. આનુ આયોજન બીજીથી ચોથી નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યુ છે. પસંદગી પામેલા ઉમેદવારો માટેની જાહેરાત ત્યારબાદ ૨૭મી નવેમ્બરના દિવસે કરવામાં આવશે. ઇÂન્ડયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના પીએચડી પ્રોગ્રામ્સમાં એડમિશન લેવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ અથવા તો તમામ દાવેદારોએ સંસ્થાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ આઇઆઇટી જીએનડોટ એસી ડોટ ઇન પર જઇને પહેલા ઓનલાઇન ફોર્મ ભરવાની જરૂર રહેશે.અરજી ફોર્મ ભરવાની સાથે જ ૨૦૦ રૂપિયાની અરજી ફી પણ ભરવાની રહેશે. અલબત્ત એસસી, એસટી, પીડી કેટેગરીના ઉમેદવારોને ૧૦૦ રૂપિયાની ફી ભરવાની હોય છે. આ અરજી ફી પણ ઓનલાઇન જ જમા કરવામાં આવે છે. અરજીદારોને જમા કરવામાં આવેલા ફોર્મની હાર્ડ કોપી સંસ્થાને મોકલવાની કોઇ જરૂર હોતી નથી.

ભારતમાં પીએચડી કરવાની ખુબ સારી તક રહેલી છે. પીએચડીની ડિગ્રીની ખાસ માન્યતા રહેલી છે. જેની સારી પ્રતિષ્ઠા પણ જાવા મળે છે. ભારતમાં પીએચડી કરવા માટે માટે મોટી સંખ્યામાં દાવેદારો તૈયાર રહે છે. પીએચડીની એક ખાસ પ્રકારની બોલબાલા પણ રહેલી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY