તેલંગણા : દુશ્મન પણ એક સાથે આવ્યા

0
235

વિપક્ષી દળો દ્વારા તેલંગણામાં જે રીતે એકાએક આવી પડેલા પડકારનો સામનો કરવા માટે મહાગઠબંધનન જાહેરાત કરવામાં આવી છે તેને લઇને હવે રાજકીય ઘમસાણની સ્થતી સર્જાઇ ગઇ છે.

તેલંગણામાં રાજકીય રમતનો દોર શરૂ થયો છે.વિપક્ષી દળોએ જે રીતે એકાએક આવી પડેલા પડકારને ધ્યાનમાં લઇને નવી જાહેરાતો કરી છે તેને લઇને એવા સંકેત મળી રહ્યા છે કે વિપક્ષન સુસ્તી હવે દુર થઇ રહી છે. પોતાના જન્મકાળથી જ કોંગ્રેસ પાર્ટીનો જારદાર વિરોધ કરનાર તેલુગુ દેશમ પાર્ટી પણ હવે કોંગ્રેસની સાથે નજરે પડે છે. હાલમાં તમામનુ ધ્યાન રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ પર કેન્દ્રિત થયેલુ છે. જ્યાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા આ વર્ષના અંત સુધીમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજનાર છે.

હવે તમામનુ ધ્યાન તેલંગણા તરફ ગયુ છે. કારણ કે અહીંના મુખ્યપ્રધાન ચન્દ્રશેખર રાવે એકાએક વિધાનસભાને ભંગ કરીને તમામને ચોંકાવી દીધા છે. કાયદાકીય રીતે કોઇ પણ વિધાનસભાને ભંગ કરવામાં આવે તેના છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજવી પડે તેવી જાગવાઇ છે. આવી સ્થતીમાં ચાર રાજ્યોમાં સેમીફાઇનલ મુકાબલામાં અન્ય એક રાજ્યનો ઉમેરો થઇ ગયો છે. વિરોધ પક્ષો એવા કોઇ સંકેત આપવા માંગતા નથી જેના કારણે ભાજપને લાભ થઇ જાય. ભાજપના નેતૃત્વમાં એનડીએ સાથે છેડો ફાડી લીધા બાદ હવે કોંગ્રેસ સાથે નાયડુએ હાથ મિલાવી લીધા છે. કર્ણાટકમાં શક્ત પ્રદર્શન દરમિયાન પણ નાયડુ હાજર રહ્યા હતા. વિરોધ પક્ષો હાલમાં એવા કોઇ સંકેત પણ આપવા માંગતા નથી કે ચન્દ્રશેખર રાવે તેમની ચાલથી તેમને હાર આપી દીધી છે.

આજ કારણસર ખુબ ઝડપથી મહાગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. અહીં હવે કોંગ્રેસ, તેલુગુ દેશમ પાર્ટી, સીપીઆઇના સ્થાનિક નેતાઓ પારસ્પરિક વાતચીત કરીને તમામ બાબતો નક્કી કરી ચુક્યા છે. તેમનુ કહેવુ છે કે બેઠકોની વહેંચણી અંગે અંતિમ નિર્ણય તો થતા રહેશે પરંતુ ગઠબંધનની જાહેરાત કરવાથી લાભ થશે. આજ કારણસર ગઠબંધનની જાહેરાત કરી દેવામાં આવી છે. આવી સ્થતીમાં મહાગઠબંધનની સામે ભાજપને હવે મેદાનમાં રહેવાની જરૂર રહેશે. વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીની બાબત ક્યારેય પણ સરળ રહેતી નથી. આ ગાળામાં જ બળવો થતો હોય છે. સાથી પક્ષોમાં બેઠકોની ઓછી સંખ્યાને લઇને હોબાળો થાય છે. પરંતુ તમામ પક્ષોના સર્વોચ્ચ નેતા માને છે કે ચૂંટણી સાથે મળીને લડવામાં આવે તે જરૂરી છે. તેલંગણામાં સાથી પક્ષો જા એકસાથે આવશે તો તેની અસર અલગ રીતે જાવા મળનાર છે. આ વખતે તેલંગણામાં રાજકીય સમીકરણ અલગ દેખાઇ રહ્યા છે. ચન્દ્રબાબુ નાયડુ પણ ભાજપ સાથે અલગ થઇ ગયા બાદ તેમની કસોટી થનાર છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે પહેલાથી જ કહી દીધુ છે કે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી દેશે. કારણ કે તેની સામે પણ નવા પડકારો રહેલા છે. ભાજપે રાજ્યમાં પોતાન તાકાતને વધારી દેવા માટે છેલ્લા કેટલાક સમયથી સતત પ્રયાસો કર્યા છે. આવી સ્થતીમાં આ વખતે તેની સ્થતી પહેલા કરતા ચોક્કસપણે મજબુત રહે તેવી શક્યતા છે. તેલુગુ દેશમ પાર્ટી અને કોંગ્રેસ સાથે આવવાથી કેટલાક નવા સમીકરણ રચાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં બંનેની નજીકની સ્પર્ધા છે. આ રાજ્યમાં બંને એકબીજાના હરિફ છે. દુશ્મનો હવે એક સાથે આવી રહ્યા છે.

દુર દુર સુધી કોઇને કલ્પના પણ ન હશે કે ટીડીપી અને કોંગ્રેસ તેલંગણામાં એક સાથે આવશે અને સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડશે. રાજનીતિમાં અસામાન્ય પડકારોનો સામનો કરવા માટે હમેંશા અસામાન્ય તરીકાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થતીના કારણે જ રાજકીય સ્પર્ધા વધારે તીવ્ર બની જાય છે. રાજનીતિમાં એકબીજાના નક્કર દુશ્મન સાથે આવવામાં સમય લગાવતા નથી. ઉત્તરપ્રદેશમાં આ દાખલો જાવા મળી ચુક્યો છે. જ્યા ભાજપને હાર આપવા માટે એકબીજાને જાવા માટે પણ તૈયાર ન રહેતા સમાજવાદી અને બહુજન સમાજ વાદી પાર્ટી હવે સાથે આવી ગયા છે. ધીમે ધીમે આ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી દળો પણ વધારે ગંભીર રીતે રહીને મેદાનમાં ઉતરી જવા માટે તૈયાર છે. તેલંગણા હાલમાં રાજકીય પક્ષોની ચર્ચામાં કેન્દ્રમાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY