હળવદ,તા.૨૧
હળવદના સુરવદર ગામમાં યુવતીની છેડતીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેની અદાવતમાં પીડિતાના પિતાની છેડતી કરનારના પિતા સહિત ૩ શખ્સઓએ તિક્ષણ હથિયાના ધા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. પીડિતાના પિતાની હત્યાના પગલે લોકોએ હત્યારાઓને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવા માગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરવદર ગામમાં રહેતા આધેડની પુત્રીની ૩ દિવસ અગાઉ જતીન મનસુખભાઈ દેસાઈ નામના યુવાને છેડતી કરી હતી. જેથી આ અંગે પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી યુવાનના પરિવારજનોએ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આધેડ ઉપર દબાણ કર્યું હતું. પરંતુ ફરિયાદ પાછી લેવાનો ઈન્કાર કર્યો હતો. દરમિયાન જતીન દેસાઈ, તેના પિતા મનસુખ તખુ દેસાઈ અને માતા લીલાબેને પીડિતના પિતા સાથે છેડતીની ફરિયાદને લઈને ઝઘડો કર્યો હતો. તેમજ આધેડ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. બીજી તરફ પોલીસથી બચવા માટે જતીન અને તેના પરિવારજનો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ બનાવને પગલે લોકોએ હત્યારા જતીન અને તેના પરિવાર સામે ફીટકાર વરસાવી હતી. તેમજ જતીન અને તેના પરિવારનો ગામમાં ત્રાસ હોવાનું પણ જાણવા મળે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





