સંતાન પ્રાપ્તિની લાલચ આપતા નકલી ડોકટરની ધરપકડ

0
9

મોરબી,તા.૨૧
ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારમાં કેટલાક શખ્સો ડીગ્રી વગર જ ડોકટર તરીકે પ્રેકટીસ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન મોરબીના વાંકાનેરમાંથી હેલ્થ વિભાગે નકલી ડોકટરને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી આર્યુદેવિક અને એલોપેથી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. તબીબ નિસંતાન દંપતિને સંતાન પ્રાપ્તિની લાલચ આપીને સારવારના બહાને તેમની પાસેથી નાણા પડાવતો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરની સોસાયટીમાં રહેતા ભરત હીરાલાલ રાવલ (ઉ.વ. ૪૯) કોઈ પણ ડીગ્રી વગર ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હતો. તેમજ લોકોને સંતાનપ્રાપ્તિની લોભામણી લાલચ આપતો હતો. નકલી ડોકટર સંતાનપ્રાપ્તિ માટે સારવાર કરવા આવતા લોકો પાસેથી ઉંચી ફી વસુલતો હતો. તેમજ સ્ત્રી રોગની પણ સારવાર કરતો હતો. દરમિયાન પેટ્રોલીંગ કરતી પોલીસને ભરત રાવલ તબીબ નહીં હોવા છતા પ્રેકટીક કરતા હોવાની બાતમી મળી હતી. જેથી હેલ્થ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યાં હતા.
પોલીસ અને આરોગ્ય વિભાગને તપાસ દરમિયાન આયુર્વેદીક અને એલોપેથી દવાઓ તથા સારવારના સાધનો મળી આવ્યા હતા. જેથી રૂ. ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને નકલી તબીબને ઝડપી લીધો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY