ન્યુ દિલ્હી,તા.૧૮
ભારતનો આર્થિક વૃદ્ધિ દર યુપીએ સરકારના કાર્યકાળના વર્ષો ૨૦૦૪-૦૫ અને ૨૦૧૩-૧૪ વચ્ચે ઝડપથી વધ્યો હતો. જા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્તવ હેઠળની એનડીએ સરકારના પ્રારંભિક ચાર વર્ષના કાર્યકાળ સાથે તેની તુલના કરીએ તો પણ તે વધુ જણાય છે. એક કમિટી જેણે ભારતની ડેટા કલેક્શન સિસ્ટમને મજબૂત કરવાની પદ્ધતિઓની ભલામણ કરી હતી, તેના રીપોર્ટમાં આ જાણકારી મળી છે. આ રીપોર્ટ અનુસાર, યુપીએની પ્રથમ ટર્મ (૨૦૦૪-૦૫થી ૨૦૦૮-૦૯)માં સરેરાશ આર્થિક વૃદ્ધિ દર ૮.૮૭ ટકા હતો, જે યુપીએની જ બીજી ટર્મ (૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪)માં ઘટીને ૭.૩૯ ટકા થઇ ગયો હતો. તેનાથી વિપરીત જા એનડીએ સરકારના ચાર વર્ષ (૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮) દરમિયાન આર્થિક વૃદ્ધિ દરની વાત કરીએ તો તે ૭.૩૫ ટકા છે, જે યુપીએના શરૂઆતના ચાર વર્ષના શાસન વખતે હતો તેનાથી ઓછો છે.
આ આંકડો રીયલ સેક્ટર સ્ટેટિસ્ટિક્સ (ઇજીજી)પર સમિતિના એક રીપોર્ટમાં બહાર આવ્યો છે. તેને તાજેતરમાં જ નેશનલ સ્ટેટેસ્ટિક્સ કમિશન સામે રજૂ કરવામાં આવ્યો હતો. તેના આંકડાઓ અનુસાર, ભારતનો વૃદ્ધિ દર બે આંકડા સુધી પહોંચ્યો હતો અને તે વર્ષ હતું ૨૦૦૬-૦૭ જ્યારે આર્થિક વૃદ્ધિનો દર ૧૦.૦૮ ટકા થયો હતો. જાકે, ૨૦૦૮-૦૯માં તે ઘટીને ૭.૧૬ ટકા પર આવી ગયો હતો. તેનું એક કારણ ૨૦૦૮માં વૈશ્વિક આર્થિક સંકટને પણ ગણવામાં આવે છે જેની અસર વૈશ્વિક માર્કેટ અને અર્થતંત્રો પર પડી હતી.
રીપોર્ટ અનુસાર, યુપીએ સરકારના આખરી બે વર્ષમાં એટલે કે ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪માં આર્થિક વૃદ્ધિ દર ઘટીને ૫.૪૨ ટકા અને ૬.૫ ટકા સુધી આવી ગયો હતો. રીપોર્ટ પછી કોંગ્રેસે ટવિટર પર લખ્યું છે કે, ર્જીડીપીનો વર્ષથી વર્ષ પર આધારીત આંકડા આખરે આવી ગયા છે. તે સાબિત કરે છે કે યુપીએ શાસન દરમિયાન (૧૦ વર્ષમાં સરેરાશ ૮.૧ ટકા)નો વૃદ્ધિ દર મોદી સરકારના કાર્યકાળના સરેરાશ દર (૭.૩ ટકા)થી વધારે રહ્યો હતો.’
પાર્ટીએ જણાવ્યું કે, ર્યુપીએ સરકારના શાસનમાં જ વૃદ્ધિ દર બે આંકડામાં આવ્યો હતો જે આધુનિક ભારતના ઇતિહાસમાં એકમાત્ર ઉદાહરણ છે.’ આઝાદી પછી જાઇએ તો સૌથી વધુ ૧૦.૨ ટકાનો આર્થિક વૃદ્ધિ દર ૧૯૮૮-૮૯માં નોંધાયો હતો. તે વખતે વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ કમિશન દ્વારા રચિત ર્કમિટી ઓફ રીયલ સેક્ટર સ્ટેટિસ્ટિક્સ’એ ૨૦૦૪-૦૫ના વર્ષના આધાર પર જીડીપીના આંકડા તૈયાર કર્યા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



