૧ કિલો ગાંજાની તપાસમાં આખું ખેતર ઝડપાયું

0
6

રાજકોટ,તા.૪
રાજકોટ શહેર પોલીસે તાજેતરમાં ગાંજા, ચરસ અને બ્રાઉન સુગરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. ત્યારબાદ રાત્રે રાજકોટ એસઓજીની ટીમે ૧ કિલો ગાંજા સાથે કુવાડવા રોડ પરથી ચોટીલા પંથકના એક શખ્સને ઝડપી પાડયો છે. ગાંજા સાથે પકડાયેલ જિલાભાઈ ચૌહાણીની પૂછપરછ કરતાં ચોટીલા નજીકથી ગાંજાના વાવેતર સાથેનું ખેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરમાં દરોડો પાડી અંદાજે ૩૬ લાખની કિંમતનો ૧૨૦૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપી લઇ તપાસ આગળ ધપાવી હતી.
ચોટીલાના ખેરડી ગામે ગાંજાનું વાવેતર મુનિબાપુ નામનો વ્યક્તિ કરતો હોવાની બહાર આવ્યું છે. નાર્કોટીકસનો કેસ હોવાથી રાતભર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ચોટીલા પંથકનો એક શખ્સ નવાગામ નજીક ગાંજાના જથ્થા સાથે આવવાનો છે તેવી એસઓજીના પીઆઇ એસ.એન.ગડ્ડુને હકીકત મળતાં એસઓજીનો સ્ટાફ નવાગામ નજીક વોચમાં ગોઠવાયો હતો. તે સમયે જિલાભાઈ ચૌહાણ ત્યાં પહોંચતા જ પોલીસે તેને અટકાવી તપાસ લેતા એ શખ્સ પાસેથી ૧ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક કિલો ગાંજા જપ્ત કરી જથ્થા સાથે ઝડપાયેલા ચોટીલાના ચિરોડા ગામના જિલા લીંબા ચૌહાણ (ઉ.વ.૫૦)ની ધરપકડ કરી હતી. ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પોલીસે પૂછપરછ કરતાં જિલા ચૌહાણે શરૂઆતમાં તો ગલ્લાં તલ્લાં કર્યા હતા, પરંતુ પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા જીલા ચૌહાણ ભાંગી પડ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY