ન્યુ દિલ્હી,તા.૩૦
રાફેલ ડીલ વિવાદના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય નિવેદનબાજીઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની ઘેરાબંધી કરવાનો પ્રયત્ન કર્યો છે. દિલ્હીમાં યૂથ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. યૂથ કોંગ્રેસ દ્વારા પીએમ નિવાસસ્થાન સુધી માર્ચ આયોજિત કર્યો હતો અને હાથમાં રાફેલના કટઆઉટ પણ રાખ્યા હતા.
દિલ્હીમાં કોંગ્રેસનો આરોપ છે કે રાફેલ ડીલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોટાળો કર્યો છે. યૂથ કોંગ્રેસની માર્ચ કોંગ્રેસના મુખ્યમથકથી પીએમ નિવાસસ્થાન સુધી આયોજીત કરવામાં આવી છે. દેખાવો દરમિયાન યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
રાફેલ ડીલ પર વિરોધ વ્યક્ત કરતાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ચોર-ચોરના સૂત્રો પણ પોકારાયા છે. કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ મામલે દેશભરમાં એકસોથી વધારે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેના સિવાય કોંગ્રેસની કોર કમિટી સાથે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેઠક પણ કરી છે.
કોંગ્રેસની બેઠકમાં મોદી સરકારને ઘેરવાની યોજના પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત ટિવટર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચ્ચે ભારે વિવાદ જામ્યો છે. આ ઉપરાંત આ મામલે નાણામંત્રીએ પણ રાહુલ ગાંધીને ઘેરતાં કહ્યુ હતું કે, તેમને હજી સુધી કોઇ પણ જાણકારી નથી અને ખોટા નિવેદનો આપી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


