સેબી આગામી માસમાં ચાર કંપનીઓની ૧૬ મિલકતોની હરાજી કરશે

0
12

મુંબઈ,તા.૩૦
સેબી દ્વારા આગામી માસમાં ગોલ્ડન લાઈફ એગ્રો ઈન્ડિયા અને સન પ્લાન્ટ એગ્રો સહીતની ચાર કંપનીઓની ૧૬ મિલ્કતોની હરાજી થવાની છે. આ ૧૬ મિલ્કતોનું અનામત મૂલ્ય નવ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે.
આમા ગ્રીનવર્લ્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ અને સન પ્લાન્ટ બિઝનેસની મિલ્કતોની પણ હરાજી થવાની છે. આ પગલું સંબંધિત કંપનીઓ દ્વારા લોકો પાસેથી ગેરકાયદેસર રીતે એકઠા કરવામાં આવેલા નાણાંની વસૂલી માટે સેબીની કોશિશોનો એક હિસ્સો છે. સેબીએ એક નોટિસમાં કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં આવેલી આ મિલ્કતોની હરાજી ૨૮ સપ્ટેમ્બરે કરવામાં આવશે.
હરાજી માટે રાખવામાં આવેલી ૧૯ મિલ્કતોમાંથી આઠ સન પ્લાન્ટ એગ્રોની છે. જ્યારે છ મિલ્કતો ગોલ્ડન લાઈ એગ્રો ઈન્ડિયાની છે. ગ્રીનવર્લ્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ અને સન પ્લાન્ટ બિઝનસની એક-એક મિલ્કતની હરાજી થવાની છે. આ મુલ્કતોનું અનામત મૂલ્ય ૮.૮૬ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
સેબીએ ઈ-નીલામી પ્લેટફોર્મના માધ્યમથી મિલ્કતોના વેચાણમાં મદદ કરવા માટે એસબીઆઈ કેપિટલ માર્કેટનો સાથ લીધો છે. ઓગસ્ટ માસની શરૂઆતમાં સેબીએ ઘોષણા કરી હતી કે તેઓ ૧૨મી સપ્ટેમ્બરે ૪૦ કરોડ રૂપિયાથી વધારેની અનામત કિંમત પર પાંચ કંપનીઓની માલિકીવાળી ૧૯ મિલ્કતોની હરાજી કરશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY