નાંદોદ તાલુકાના એક નાનકડા ગામની સગીરાને ડાકણ કહી માર મારતા હેલ્પલાઇન ની મદદ લેવાઈ

0
178

સ્કૂલ માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની ને ગામની એક દાદી એ ડાકણ કહેતા મગજમારી બાદ દાદીના પૌત્ર એ સગીરાને માર મારી ઇજા કર્યા બાદ ટોર્ચર કરતા 181 મહિલા હેલ્પલાઇન મદદે આવ્યું

રાજપીપળા: નાંદોદ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતી અને રાજપીપળા ની એક શાળા માં અભ્યાસ કરતી સગીર વયની છોકરીને શાળાએ જતા ગામની એક વૃદ્ધ દાદી યાદ કોઈક કારણોસર ડાકણ કહેતા બંને વચ્ચે બોલાચાલી બાદ સગીરા શાળોએ જવા નીકળી પરંતુ પાસ ભૂલી જતા એ લેવા ઘરે પરત આવતા દાદીના પૌત્ર એ એને અટકાવી દાદી સાથેની માથાકૂટ નો બદલો લેવા એને ખુબ માર મારી બાંધી દઈ ટોર્ચર કરી મોઢા પર દવા છાંટી ધમકી આપતા ઈજાગ્રસ્ત સગીરા ને સારવાર માટે સિવિલ માં દાખલ કરી સગીરા ના એક સંબંધી એ રાજપીપળા સ્તિથ 181 મહિલા હેલ્પલાઇન ને કોલ કરતા કાઉન્સિલર જ્યોતિબેન વાઘમારે અને કોન્સ્ટેબલ કલ્પનાબેન તાત્કાલિક હોસ્પિટલ પોહચી બાજી સંભાળી ઈજાગ્રસ્તની પુછપરછ કરી લાગતા વળગતા પોલીસ સ્ટેશને વર્દી આપતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી સગીરાને માર મારી ટોર્ચર કરનાર યુવાન વિરુદ્દ કાર્યવાહી હાથ ધરતા મામલો થાળે પાડ્યો હતો .

        ચીફ રિપોર્ટર,નર્મદા,                           ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY