રશિયાના ફૂટબોલ ક્રેઝી કપલની જિંદગીમાં તિરાડ
– આર્સેન અને લ્યુડમિલા ૨૦૦૨ના વર્લ્ડ કપમાં મળ્યા હતા
રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ક્રિસ્ટીયોનો રોનાલ્ડોની પોર્ટુગીઝ અને લાયોનેલ મેસીની આર્જેન્ટાઈન ટીમ હારીને બહાર ફેંકાઈ ચૂકી છેે. જોકે આ બંને સુપરસ્ટાર્સને કારણે રશિયાના એક ફૂટબોલ ક્રેઝી દંપતિનું લગ્નજીવન ભંગાણના આરે પહોંચી ગયું છેે. મેસીના જબરજસ્ત ચાહકની પત્ની રોનાલ્ડોની ફેન છે અને તેણે મેસી કરતાં રોનાલ્ડોને ચડિયાતો ખેલાડી ગણાવતા તેના પતિએ તેને છુટાછેડાની નોટિસ ફટકારી દીધી છે. આર્સેન અને લ્યુડમિલાની જિંદગીમાં તારીખ ૨૬મી જુને રમાયેલી આર્જેન્ટીના-નાઈજીરિયાની મેચને કારણે તોફાન મચી ગયું હતુ. તે મેચમાં આર્જેન્ટીનાએ નાઈજીરિયાને૨-૧થી હરાવ્યું હતુ. આ જીતની સાથે મેસીના ચાહક એવા આર્સેને ભારે જોરશોરથી ઉજવણી શરૃ કરી દીધી હતી. જો કે આ દરમિયાન જ તેની પત્ની લ્યુડમિલાએ મેસી કરતાં પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને ચડિયાતો ખેલાડી ગણાવીને તેને ચિડવવા માંડી હતી. આ ઘટનાથી આર્સેન ખુબ જ ગુસ્સે થઈ ગયો અને તરત જ ઘરમાંથી નિકળી ગયો હતો અને બીજા જ દિવસે તેણે લ્યુડમિલાને છુટાછેડાની નોટિસ ફટકારી દીધી હતી. રશિયન મીડિયાને આપેલી મુલાકાતમાં આર્સેને કહ્યું કે, તે લ્યુડમિલાને ૨૦૦૨ના વર્લ્ડ કપ દરમિયાન મળ્યા હતા અને થોડો સમય સાથે રહ્યા બાદ અમે લગ્ન કરી લીધા હતા. તેણે ઊમેર્યું કે, આ વર્લ્ડ કપમાં લ્યુડમિલા સતત મને મેસીના નામે ચિડવતી રહી હતી. આઈસલેન્ડ સામે મેસી પેનલ્ટી ચૂક્યો ત્યારે પણ તેણે મને ઘણા મેંણા માર્યા હતા. આ કારણે મેં હંમેશ માટે ઘર અને લ્યુડમિલાને છોડી દેવાનું નક્કી કર્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




