મુંબઈ,તા.૨૨
બે મોખરાના કલાકારો શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુના સર્જક શ્રી નારાયણ સિંઘે કહ્યુ હતું કે મેં પોતે પણ વીજળી અને ટોયલેટની સમસ્યાઓ ભોગવી છે.
અગાઉ અક્ષય કુમાર સાથે ટોયલેટ એક પ્રેમકથા બનાવનારા શ્રી નારાયણ સિંઘ પોતે મધ્યમ વર્ગમાંથી આવેલા ફિલ્મ સર્જક છે। એમણે કહ્યુ કે હું પોતે આવી સમસ્યાઓ ભોગવી ચૂક્યો છું એટલે મારો જાત અનુભવ છે કે લોકોને આ પ્રશ્ને કેવી હાડમારી પડે છે.
ઉત્તરાખંડમાં પ્રવર્તતી બેફામ વીજચોરીનો વિષય બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યો છે. શ્રદ્ધા કપૂર અને શાહિદ કપૂર ઉપરાંત આ ફિલ્મમાં યામી ગૌતમ અને દિવ્યેન્દુ શર્મા ચમકી રહ્યાં છે.
શ્રી નારાયણ સિંઘે કહ્યુ કે હું ઉત્તર પ્રદેશના બલરામ પુર નામના શહેર નજીક આવેલા મહાદેવ નામના ગામનો રહેવાસી છું. મેં બાળપણમાં સેનિટેશન અને ઇલેક્ટ્રીસિટિની સમસ્યા જાતે ભોગવી છે એટલે હું સમજી શકું છું કે આ વિષયો કેટલા મહત્વના છે.
એમણે કહ્યુ હતું કે હું મારી જાતને ખુશનસીબ સમજું છું કે અક્ષય કુમાર અને શાહિદ કપૂર જેવા મોખરાના સ્ટાર સાથે કામ કરવા છતાં મને આ કલાકારોએ જરાય ટેન્શનનો અનુભવ કરાવ્યો નથી. એમણે મને જાઇતો સહકાર હસતા મોઢે આપ્યો છે અને મારું કામ સરળ કરી આપ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




