વિદેશ મંત્રીઓની બેઠક રદ કરવી દૂર્ભાગ્યપૂર્ણ : પાકિસ્તાન

0
7

ઈસ્લામાબાદ,તા.૨૨
ન્યૂયોર્કમાં યુએન મહાસભા દરમિયાન ભારત-પાકિસ્તાનના વિદેસ મંત્રીઓની મુલાકાત રદ કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાને આશ્ચર્યજનક ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, આંતરિક પ્રેશરના કારણે ભારતે શાંતિવાર્તાનો મોકો ફરી એક વખત ગુમાવી દીધો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને ફરી એક વાર શાંતી વાર્તા શરૂ કરવાની અપીલ કરી હતી. તે સાથે જ બંને દેશોના વિદેશમંત્રીની મુલાકાત ન્યૂયોર્કમાં થાય તેવો આગ્રહ કર્યો હતો.
ભારતે વિદેશ મંત્રીઓની મુલાકાતને મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી આતંકીઓએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મીઓનું અપહરણ કરીને તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી ભારતે વિદેશ મંત્રીઓની બેઠક રદ કરી દીધી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, એવું લાગે છે કે, ભારત આગામી વર્ષે થનારી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. દુનિયાએ જાવું જાઈએ કે પાકિસ્તાન પરિસ્થિતિઓ વિશે સકારાત્મક રસ્તો અપવાની રહ્યુ છે. પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY