આઈએમએફ પાકિસ્તાનને લોન આપતા પહેલા ઈસ્લામાબાદની મુલાકાત લેશે

0
6

વાશિંગ્ટન,તા.૧૩
પાકિસ્તાને IMF (ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ) પાસેથી ૮ અબજ ડોલરના લોન પેકેજની માગ કરી છે. પાકિસ્તાન તરફથી અત્યાર સુધીનું આ સૌથી મોટું લોન પેકેજ માગવામાં આવ્યું છે.
આ દરમિયાન IMF ના વડા ક્રિસ્ટીન લેગાર્ડ આજે ઇન્ડોનેશિયામાં પાકિસ્તાનના નાણા પ્રધાનને મળ્યા હતાં. આ મુલાકાત પછીIMF ના વડાએ જણાવ્યું હતું કે લોન આપતા પહેલા IMFની ટીમ ઇસ્લામાબાદની મુલાકાત લેશે.
પાકિસ્તાને ગંભીર આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે આ લોન પેકેજની માગ કરી છે. જા કે આ લોન આપવા માટેIMF કડક શરતો મૂકી શકે છે. આ શરતોનું પાલન કરવા માટે પાકિસ્તાન લોનની રકમ વધારી ૧૨ અબજ ડોલરની માગ કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવાઝ શરીફનો પક્ષ પીએમલ-એન સત્તામાં હતો ત્યારથી જ IMFપાસેથી લોન મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.
જા કે આ અંગેના સત્તાવાર જાહેરાત સોમવાર રાતે કરવામાં આવી હતી. નાણા પ્રધાન અસદ ઉમરે જણાવ્યું હતું કે દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે પાકિસ્તાન સરકારેIMF પાસે લોન માગવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે અસદ ઉમરની જાહેરાત અગાઉ જ પાકિસ્તાનના શેરબજારમાં ૧૩૦૦ પોઇન્ટનો મોટો ઘટાડો થવાને કારણે ૨૭૦ અબજ રૂપિયાનું મૂડીનું ધોવાણ થયું હતું.
પાકિસ્તાનની આ માગના સંદર્ભમાં IMFએ જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનની માગણી અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરીશું. આ અગાઉ પાકિસ્તાને IMF પાસેથી ૧૨ વખત લોન લીધી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY