વૈશ્વિક અર્થવ્યવસ્થા પર છવાયા છે મંદીના વાદળઃ આઈએમએફની ચેતવણી

0
7

આર્થિક વિકાસ જે થવો જોઇએ તે થયો નથી
દુબઇ,તા.૧૧
ઈન્ટરનેશનલ મોનેટરીગ ફંડે વૈશ્વિક આર્થિક વિકાસને લઈને દુનિયાને ચેતવણી પાઠવી છે. આઈએમએફએ દુનિયા ભરની સરકારોને સચેત કરતાં કહ્યું છે કે આર્થિક વિકાસ જે થવો જોઈએ તે થયો નથી. આ માટે આર્થિક સંકટ માટે તૈયાર રહેજો.
આઈએમએફના મુખ્ય નિર્દેશક ક્રિસ્ટીન લગાર્ડે વૈશ્વિક આર્થિક વિકાસને લઈને દુબઈમાં આયોજીત વિશ્વ સરકાર શિખર સંમ્મેલનમાં કષ્ટુ કે આપણે એક એવી અર્થવ્યવસ્થા જાઈ રહ્યા છીએ જે અનુમાન કરતા પણ ઓછી ગતિથી આગળ વધી રષ્ટુ છે. આઈએમએફ તરફથી ગયા મહિને જ આ વર્ષની વૈશ્વિક આર્થિક વિકાસ દરનું પૂવાર્નુમાન ૩.૭થી ઘટશે અને ૩.૫ ટકા થઈ જશે તેવું જણાવ્યુ હતુ.
લગાર્ડે એ કારણોને આગળ ધરતા જણાવ્યુ કે વૈશ્વિક અર્થવ્યવસ્થા સુસ્ત પડી છે કેમકે જેને તે અર્થવ્યવસ્થા પર મોટા ખતરો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે તોફાન ગમે ત્યારે આવશે અને આર્થિક સંકટ સામે ઉભા રહેવા દુનિયાના વિકસીત દેશોને પણ હાંફવાનો સમય આવી જશે. આ તમામ જાખમોના કારણે વેપારીક ક્ષેત્રે તણાવ, શૂલ્ક વધી જવી, રાજકોષિય સ્થિતિમાં દબાણ, બ્રેક્ટિઝને લઈને અનિશ્ચિતતા અઇને ચીનની અર્થવ્યવસ્થામાં સુસ્તી આવવા જેવી વિપરીત અસરોનો અંદેશો છે.
આઈએમએફના ચીફે સરકારોને સંરક્ષણવાદથી બચીને રહેવાની સલાહ આપી છે, તેમણે જણાવ્યુ કે આપણને અંદાજ પણ નથી કે આને આપણે કેવી રીતે ખતમ કરી શકીશુ, શું આ વેપાર માટે કે બજાર પર આની અસરને રોકી શકીશુ. હાલ તો માત્ર શરુઆત છે આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે તેવુ અનુમાન છે. લગાર્ડે સતત વધી રહેલા દેવા સામે પણ લાલબત્તી ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY