એક પાડોશીના રૂપમાં ભારતના આગામી પાંચ વર્ષોમાંથી એક એવા પાકિસ્તાની વડાપ્રધાનનો સામનો થવા જઈ રહ્યો છે જે આતંકીઓ પ્રતિ નરમ વલણ રાખે છે. સાથે કાશ્મીરને લઈને પણ તેમનું વલણ અન્ય પાકિસ્તાની નેતાઓ જેવું જ છે. તેના લીધે પાકિસ્તાનના નવા કેપ્ટનને લઈને ભારતમાં ઘણી પ્રકારની શંકાઓ અને આશંકાઓ ઉભરી રહી છે.
કાશ્મીર પર અસમંજસવાળું વલણ
૧૯૮૨માં ઈમરાને ક્રિકેટ મેચ મારફતે કાશ્મીર મુદ્દાને ઉકેલવાની વાત કરી હતી, પરંતુ બાદમાં ક્રિકેટ ઈમરાન ખાને કહ્યું કે, આ તો મેં મઝાકમાં કહ્યું હતું. ચૂંટણી જીત્યા બાદ કાશ્મીર સમસ્યા વાતાલાપ દ્વારા હલ કરવાની વાત કહી હતી. પરંતુ સેના દ્વારા કાશ્મીરમાં માનવાધિકારનો વિવાદિત મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ચીનનો દબદબો ઓછો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંગઠન ભારતની મદદ કરે છે.
ભારત વિરોધી પાક સેનાના લાડલા
ઈમરાન ખાનને ભારત વિરોધી પાક સેનાના લાડલા માનવામાં આવે છે. ઈમરાન પાસેથી પણ જૂના નેતાઓ જેવો જ વ્યવહાર જોવા મળવાની આશા છે. ફર્ક માત્ર એટલો છે કે, ભારત હવે ઓક્સફર્ડમાંથી ભણેલા વ્યક્તિ સાથે વાતચીત કરશે. ઈમરાને ચૂંટણીમાં કહ્યું, મોદીને નવાઝ ગમતા હતા, પરંતુ તે સેનાથી નફરત કરતા હતા. એટલા માટે પાક સેના ભારત વિરુદ્ધ ઈમરાન ખાનનો ઉપયોગ કરી શકે છે. ઈમરાન સેના અને આઈએસઆઈની કઠપૂતળી તરીકે કામ કરે તો ભારત માટે નવાઈની વાત નથી.
આતંકીઓ પ્રતિ નરમ વલણ
ઈસ્લામિક કલ્યાણકારી રાજ્યને વાયદો કરવાના કારણે ઈમરાનને તાલિબાન ખાન કહેવામાં આવે છે. ઈમરાનની પાર્ટીને અમેરિકા દ્વારા જાહેર તે આતંકીઓનું સમર્થન છે જે અલકાયદા સાથે જાડાયેલું છે. ઈમરાન ખાન પાકિસ્તાનના તાલિબાનથી પણ સહાનુભૂતિ રાખે છે અને તેમને પૂર્વજ નેતા કહે છે. ઈમરાન સત્તામાં આવ્યા પછી પાકમાં કટ્ટરપંથિઓ વધે તેવી આશંકા છે. આ કટ્ટકપંથી પાકિસ્તાનમાં બેસીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપે છે.
આતંકીઓને પાર્ટીમાં લાવ્યા
ચૂંટણી પહેલા ઈમરાને મૌલાના ઉજલુર રહમાન ખલીલની સાથે પણ હાથ મિલાવ્યો હતો. હરકત ઉલ મુજાહિદ્દીનના સંસ્થાપક મૌલાના ફજલુર અમેરિકી આતંકી લિસ્ટમાં સામેલ છે.
કટ્ટરપંથી જૂથો સાથે હાથ મિલાવી શકે છે
ઈમરાન સરકાર બનાવ્યા પછી કટ્ટરપંથી જૂથ મુત્તાહિદા મજલિસ-એ-અમલ સાથે ગઠબંધન કરી સકે છે. મુત્તાહિદા મજલિસના પ્રમુખ ફજલુર રહમાન તહરીક એ તાલિબાન પાકિસ્તાન સાથે સહાનુભૂતિ રાખે છે. મુત્તાહિદા છ કટ્ટરપંથી જૂથોનું બનેલું એક સંગઠન છે, આ આતંકી સંગઠનોના સમર્થક પણ છે. ઈમરાન દ્વારા મુત્તાહિદાની સાથે ગઠબંધન કર્યા પછી પાકમાં કટ્ટરપંથી તાકાતોને જોર મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



