પાંચ રૂપિયાનો પોપકોર્ન ૨૫૦ રૂ.માં વેચવાનો અધિકાર મલ્ટીપ્લેક્સ થિયેટરોને કોણે આપ્યો

0
101

મુંબઈ,તા.૨૮
મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને અણીયારો સવાલ પૂછયો છે કે મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં પાંચ રૂપિયાના પોપકોર્ન ૨૫૦ રૂપિયામાં વેચવાનો અધિકાર કોણે આપ્યો છે. હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી આ અંગે જવાબ પણ માગ્યો છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રંજીત મોરે અને ન્યાયમૂતિર્‌ અનુજ પ્રભુ દેસાઈની ખંડપીઠે મામલાની સુનાવણી કરતાં પૂછયું કે જા સુરક્ષા કારણોને પગલે બહારની ખાદ્ય સામગ્રી મલ્ટીપ્લેક્સમાં લઈ જવાની મનાઈ છે તો પછી મલ્ટીપ્લેક્સમાં મળતાં ખાણ્ પદાર્થની કિંમતો પર નિયંત્રણ કેમ નથી.
મલ્ટીપ્લેક્સ થિયેટર માલિકોના વકીલે દલીલ આપી કે જા અમે લકઝી સેવા આપી રહ્યા છીએ તો અમને ભાવ નક્કી કરવાનો પણ અધિકાર છે. વકીલે કહ્યુ કે શું રાજ્ય સરકાર તાજ અને ઓબેરોય જેવી ફાઈવસ્ટાર હોટલમાં મોંઘા ભાવે વેચાતી ચા ઉપર કડક વલણ ક્યારેય દાખવે છે.
હાઈકોર્ટે પૂછયું કે જ્યારે સિનેમા દર્શકોને ઘર અથવા બહારથી ખાણ્ પદાર્થ લાવવાની મનાઈ છે તો મલ્ટીપ્લેક્સમાં લોકોને બેફામ કિંમતે સામાન વેચવાની પરવાનગી શા માટે અને કોણે આપી છે. આ પ્રકારના ભાવવધારા પર નિયંત્રણ આવવું જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY