કેન્સર વિભાગમાં કોઈ જાનહાનિ થઈ નથી
સુરત, તા. ૨૭
આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલમાં આગલાગી હોવાનો મેસેજ મળતાની સાથે જ ફાયર ઓફિસર તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા. પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન થયું ન હતું. ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબનવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. તાત્કાલિક મજૂરા ફાયર સ્ટેશનથી ઓફિસર ક્રિષ્ણા મોઢ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. કેન્સ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોર પર ઈલેકટ્રીક પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન ન થતા ફાયર સ્ટાફે રાહત અનુભવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



