કોલકાત્તા,તા.૨૮
ઇ-કોમર્સ પર બુક કરવામાં આવેલા સામાનની ડિલિવરીમાં ગોટાળા થયા હોવાના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. તાજેતરમાં એક કિસ્સો કલકત્તાનો છે. કલકત્તામાં એક યુવકે હેડફોન મંગાવ્યા હતા, પરંતુ કંપનીએ તેલની બોટલ ડિલીવરી કરી દીધી. ખાસ વાત એ છે કે યુવકે જ્યારે એની ફરિયાદ કંપનીના ટોલ ફ્રી નંબર પર કરી તો એને મેસેજ મળ્યો ‘વેલકમ ટૂ ભાજપ’.
યુવકના જણાવ્યા અનુસાર ઘરના લોકો ડિસ્ટર્બ ના થાય, એના માટે એને ફ્લિપકાર્ટ પર હેડફોનનો ઓર્ડર કર્યો હતો. યુવકે જ્યારે પેકેટ ખોલીને જાયું તો એમા હેડફોનની જગ્યાએ તેલની બોટલ નિકળી. એના માટે યુવકે ફ્લિપકાર્ને ફરીયાદ કરવા માટે પેકેટ પર આપેલા નંબર ૧૮૦૦ ૨૬૬ ૧૦૦૧ પર ફોન કર્યો, પરંતુ ફોન એક રિંગ બાદ કટ થઇ ગયો.
ત્યારબાદ એના મોબાઇલ પર મેસેજ આવ્યો, જેની શરૂઆતમાં લખ્યું હતું. ‘વેલકમ ટૂ બીજેરી’ એટલે કે ભાજપમાં તમારું સ્વાગત છે. આ મેસેજમાં પ્રાઇમરી મેમ્બરશિપ નંબર પણ લખ્યો હતો અને આગળની પ્રક્રિયા પૂરી કરવા માટે આગળના સ્ટેપને ફોલો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ એને એના મિત્રોને નંબર આપ્યો અને એમને પણ ફોન કરવા પર આ મેસેજ મળ્યો. બાદમાં યુવકે ક્્યાંકથી ફ્લિપકાર્નો સાચો હેલ્પલાઇન નંબર લીધો જેની પર પોતાની ફરિયાદ દાખલ કરી. ત્યારબાદ કંપનીએ કસ્ટમર પાસે માફી માંગી અને એનો ઓર્ડર કરેલા હેડફોન મોકલાવ્યા. જા કે આ બાબતે પશ્વિમ બંગાળ ભાજપએ ફ્લિપકાર્ટ સાથે કોઇ પ્રકારના સંબંધની ના પાડી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



