ભરૂચ શહેરમાં ત્રણ મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવતા તસ્કરો..

0
319

ભરૂચ શહેરના શેરપુરા વીસ્તારમાં આવેલ રંગ પ્લેટેનીયમ સોસાયટી માં ગતરાત્રીએ ત્રણ જેટલા બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી હજારોના મત્તાની ચોરી કરી અંધારામાં પલાયન થઈ જતા સમગ્ર સોસાયટી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારમાં આવેલ રંગ પ્લેટીનીયમ સોસાયટી માં ગતમોડી રાત્રીના સોસાયટીના પાછળના ભાગના દીવાલ પરથી તસ્કરોએ અંદર પ્રવેશી સોસાયટી ના ત્રણ બંધ બંગલોઝ નંબર-૧૦ મિતુલ રાજ,બંગલોઝ નંબર-૧૨ વિજયકુમાર નાયર તથા બંગલોઝ નંબર-૨૫ માં રહેતાં અમિતકુમાર પંચાલ નાઓના બંગલોઝને પાછળના ભાગના દરવાજાઓ તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા સહિત ચાંદીની વસ્તુઓ સહિત હજારોની મત્તાની ચોરી કરી અંધારામાં પલાયન થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.ચોરી થયાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરતા પી.આઈ સહિત પોલિસ કર્મીઓએ ચોરી વાડી જગ્યા પર પહોંચી ફરિયાદ નોંધી તસ્કરોને પગેરું મેળવી પકડવાની કવાયત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસ થી ભરૂચ શહેરમાં ચોરીઓના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે પોલીસ દ્રારા કડકમાં કડક પેટ્રોલીંગ કરી તસ્કરો ને ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY