ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા પોલીસ સ્ટાફ સાથે આવા ગુનેગારો શોધી કાઢવા ઝધડીયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન મળેલ બાતમી આધારે ઝધડીયા જીઆઈડીસી ની બ્રીટાનીયા પ્રા.લી.કંપનીમાં થયેલ ઇલેકટ્રીક સ્વિચો, કોપરના કેબલો તથા ગ્રાઇન્ડર મશીન નંગ – ૨, હેમર મશીન નંગ -૨, ડ્રીલ મશીન નંગ – ૨ મળી કુલ રૂ. ૫,૦૦૦૦૦/- ની ચોરીનો ગુનો ઝધડીયા પો.સ્ટે.માં દાખલ થયેલ જે ગુનાના કામે નાસતો ફરતો આરોપી નરેશ ફતેસીંગભાઈ વસાવા રહે. નિશાળ ફળીયુ, નવાગામ મોટા, તા.ઝગડીયા,જી.ભરૂચનાને ઉપરોકત ગુનામા નાસતો ફરતો હોય તેને આજરોજ તા.૧૯/૧૧/૨૦૧૮ ના કલાક ૧૨:૪૫ વાગે પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે આરોપીને ઝઘડીયા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. જે.વાય.પઠાણ તથા સ્ટાફ ના માણસો ના ટિમવર્ક દ્વારા કરવામાં આવી છે .
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







