બેરોજગારોના નામોની નોંધણી તેમજ માર્ગદર્શનનો કાર્યક્રમ

0
3

વિવિધ તાલુકા મથકોએ નામો નોંધાવી શકાશે
સુરત, તા.૫

સુરત જિલ્લા રોજગાર કચેરી તરફથી દર બે માસના પહેલા મંગળવારે ઓલપાડ તા.૦૫/૦૨/૨૦૧૯, બીજા મંગળવારે કામરેજ તા.૧૨/૦૨/૨૦૧૯, ત્રીજા મંગળવારે પલસાણા તા. ૧૯/૦૨/૨૦૧૯ ના રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે દિવસ દરમ્યાન બેરોજગાર ઉમેદવારોની નામ નોંધણી/રીન્યુઅલ, અપડેશન તથા માર્ગદર્શનની કામગીરી હાથ ધરવામાં આવશે.
જે મુજબ ફેબ્રુઆરી માસ દરમ્યાન ઉપર જણાવેલ સ્થળ તારીખ અને દિવસે ઉપરોક્ત તાલુકા મથકોએ આ કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે કલર ફોટા અને ઓળખકાર્ડમાં નોંધણી તાજી કરવા તેમજ ડિસેમ્બર-૨૦૧૮ થી ફેબ્રુ.-૨૦૧૯ દરમિયાન નોંધણી થયેલ હોય તેવા દરેક ઉમેદવારોએ તા.૨૮/૦૨/૨૦૧૯ સુધીમાં નામ નોંધણી તાજી કરાવી લેવી એમ ઈ.ચા.મદદનીશ નિયામકશ્રી(રોજગાર)સુરતની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY