વડોદરામાં લાંચિયા અધિકારીનો રૂપિયા પડાવતો વીડિયો વાયરલ, ઘટના કેમેરામાં કેદ

0
172

વડોદરાઃ કરજણ ટોલનાકા નજીક ખાખીને શર્મસાર કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. કરજણ ટોલનાકા નજીક ટ્રક ચાલકો પાસેથી ખુલ્લેઆમ 1-1 હજારની લાંચ લેતો એક વીડિયો સામે આવ્યો છે.

આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વડોદરા રૂરલ પોલીસની કાર પાસે બે શખ્સો ટોલનાકા પાસે ઊભાં છે અને ટોલનાકા પરથી પસાર થતાં તમામ ટ્રકોને રોકીને 1-1 હજાર રૂપિયા ઉઘરાવી રહ્યાં છે.
મહત્વનું છે કે જે ટ્રક ચાલકો છે તે હિમાચલ પ્રદેશનાં ટ્રક ચાલકો છે કે જેમની પાસેથી રૂ.1-1 હજાર ગેરકાયદેસર રીતે પડાવવામાં આવ્યાં છે. કાયદાનો ડર બતાવી પોલીસે કરી ‘ઉપર’ની ઉઘરાણી કરી હતી

આ રૂપિયા આપ્યાં બાદ જ ટ્રક ચાલકને આગળ જવા દેવામાં આવી રહ્યાં છે. જો કે એક જાગૃત ટ્રક ચાલકે આ લાંચિયાઓનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. મહત્વનું છે કે, પહેલાં તો આ લાંચિયા અધિકારીઓ ટ્રક ચાલકોને 6થી 7 હજાર દંડ ફટકારવાની ધમકી આપે છે.
જે બાદ 2 હજાર રૂપિયાની લાંચ માગે છે અને અંતે 1-1 હજાર રૂપિયા લઈને ટ્રક ચાલકોને જવા દેવામાં આવે છે. ત્યારે કોણ છે આ ખાખીને બદનામ કરતા આ લાંચિયા અધિકારીઓ તે પણ એક મોટો સવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર માં 20 રૂપિયા ની લાંચ માં પોલીસ ને સુસ્પેન્ડ કરાઈ તો આ લંચિયાઓ પર અને આલોકો જેને ભાગ આપતા હહે તેમનું શુ થશે તેતો સમયજ બતાવશે

એડમીન જંગ એ ગુજરાત.                 ન્યૂઝ9878406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY