હરિયાણાની કારે પગપાળા યાત્રીઓને હડફેટે લેતા સાત યાત્રી ઘાયલ
સુરત,તા.૧૬
કડોદરાથી બારડોલી વચ્ચે હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. હલધરૂ પાટિયા પાસ હાઈવે પર ૨ ST બસ વચ્ચે અકસ્માત થયો હતો. હાઈવે પર બાઈક ચાલકને બચાવવા જતા ૨ ST વચ્ચે અકસ્માત થયો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર, સુરતના કડોદરા-બારડોલી હાઇવે પર આજરોજ વહેલી સવારે અકસ્માતની એક ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં ૨ બસ એક-બીજા સાથે અથડાઇ પડી હતી. જો કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, એક બાઇક ચાલકને બચાવવા જતાં ૨ એસટી બસ અથડાઇ પડી હતી.
જો કે, આ ઘટનાને પગલે બસમાં સવાર લોકો ભયભીત થઇને ચીસો પાડવા લાગ્યા હતા અને સદનસીબે કોઇ જાનહાની થવા પામી નહોંતી, આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળની આસપાસ રહેલા લોકો અને હાઇવે પરથી પસાર થતા વાહનો થોભી ગયા હતા. જો કે, નજીકના પોલીસ મથકે આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
તો આ તરફ યાત્રાધામ પાવાગઢથી આવતા યાત્રિકોને અકસ્માત નડ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા હતા. પાવાગઢ- શિવરાજપુર વચ્ચે અકસ્માત થયો છે. હરિયાણાની કારે પગપાળા જતા યાત્રિકોને અડફેટે લીધા છે. ૭થી વધુ પગપાળા પાવાગઢ જતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા હાલોલની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તો હાલોલ તાલુકાના ખેરપ ગામના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




