ન્યુ દિલ્હી,તા.૧૮
હાલમાં મીડિયામાં ચાલી રહેલા અહેવાલ કે ૫૦ કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થવાના છે તેનાથી જા તમે પરેશાન હશો તો તમારા માટે રાહતના સમાચાર છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ સંયુક્ત નિવેદન જારી કરીને મીડિયામાં ચાલી રહેલા આવા કોઈ પણ અહેવાલને ફગાવ્યાં છે તથા તેને પાયાવિહોણા ગણાવ્યાં છે. ેંંડ્ઢછૈંના નિવેદનમાં કહેવાયું છે કે આ પ્રકારના અહેવાલો મોબાઈલ ગ્રાહકોની અંદર એક પ્રકારનું ભયનું વાતાવરણ તૈયાર કરી રહ્યાં છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. લોકોએ આવા અહેવાલો પર ધ્યાન આપવું જાઈએ નહીં. આવું કઈ થવાનું નથી.
અગાઉ એવા અહેવાલ આવ્યાં હતાં કે દેસમાં ૫૦ કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થઈ શકે છે. મીડિયા રિપોટ્ર્સમાં જણાવાયું હતું કે આ જાખમ એવા મોબાઈલ ધારકો માટે છે જેમણે કનેક્શન લેવા માટે આધાર કાર્ડ સિવાય બીજુ કોઈ ઓળખપત્ર આપ્યું નથી. અત્રે જણાવવાનું કે દેશમાં લગભગ ૧૦૦ કરોડ મોબાઈલ કનેક્શન છે. જા ૫૦ કરોડ મોબાઈલ નંબર બંધ થવાની અહેવાલ સાચા પડત તો કુલ મોબાઈલ કનેક્શનના તે અડધા હોત. અહેવાલોમાં એમ પણ કહેવાયું હતું કે ફક્ત આધાર કાર્ડ આપીને મોબાઈલ કનેક્શન લેનારા લોકોએ નવી KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આધાર વેરિફિકેશન દ્વારા લેવાયેલા આ સિમ કાર્ડને જા કોઈ બીજી આઈડેન્ટિફિકેશન પ્રક્રિયાનો બેકઅપ ન મળ્યો તો તે બંધ થઈ શકે છે. ત્યારબાદ આધાર દ્વારા KYC પ્રક્રિયામાંથી પસાર થનારા યૂઝર્સ ખુબ ચિંતામાં હતાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



