વેપારીને વાતોમાં મશગૂલ કરી ચોર ૨૫ હજારની સોનાની વીંટી લઈ ફરાર

0
96

અમદાવાદ,
તા.૨૮//૦૩/૨૦૧૮

શહેરનાં બોપલ વિસ્તારમાં સોના ચાંદીનાં જ્વેલર્સની દુકાનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે જેનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં એક વ્યક્તિ વાતો વાતોમાં ૨૫,૦૦૦ રૂપિયાની સોનાની વીંટી લઇને ફરાર થઇ જાય છે.

વ્યક્તિ દુકાનમાં ગ્રાહક બનીને આવે છે અને બાદમાં વેપારી સાથે વીંટી વિશે અને અન્ય અલક-મલકની વાતો કરે છે. બાદમાં વેપારીનું ધ્યાન બે ધ્યાન કરીને તે જ વીંટી ચોરી જાય છે. આ ઘટના ૨૪ માર્ચ ૨૦૧૮ શનિવારનાં રોજ બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ બને છે.

આ ઘટના બાદ સામે બેઠેલા વ્યક્તિને ભાન થાય છે કે આ તો ગ્રાહકનાં ભેસમાં આવેલો ઠગ છે. અને તે તનો પીછો કરવા દોડે છે પણ ત્યાં સુધીમાં ચોર ભાગી જવામાં સફળ રહે છે. આ મામલે હાલમાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY