પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે વિતેલા વર્ષોના સુપરસ્ટાર ક્રિકેટ ખેલાડી ઇમરાન ખાને જવાબદારી સંભાળી લીધી છે. ઇમરાનની સામે છેલ્લા કેટલાક દશકોથી સતત મુશ્કેલીનો સામનો કરી રહેલા અને દેવામાં ડુબેલા પાકિસ્તાનને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે અનેક પડકારો રહેલા છે. ઇમરાન ખાન પાસે પાકિસ્તાનને મુશ્કેલમાંથી બહાર કાઢવાની બાબત સરળ નથી. તેમને કેટલાક મોરચે નક્કર પગલા લેવા પડશે. ત્રાસવાદ પણ બ્રેક મુકવા માટે પણ હિંમત કરવી પડશે. સેનાને અંકુશમાં રાખવા માટે પણ પ્રયાસ કરવા પડશે. વાસ્તવમાં જાવામાં આવે તો હવે ઇમરાન ખાનનો સમય શરૂ થયો છે. ઇમરાન ખાનના ચાર રાજકીય એજન્ડા ભ્રષ્ટાચાર નાબુદી, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ એમ આ તમામ એજન્ડાને સમજી લેવામાં હજુ સમય લાગશે. આ તમામ મુદ્દામાં ઇમરાનને સફળતા મળશે કે કેમ તે તો સમય બતાવશે. ઇમરાન ખાન માટે કેટલીક બાબતો હાલમાં થઇ છે. જે ચીજા પાકિસ્તાન અથવા તો તેના નિયંત્રણની બહાર છે. ત્યા પણ તેની શરૂઆત સારી રહી છે. દાખલા તરીકે ભારતની સાથે તાત્કાલિક રીતે સંકટ જેવી કોઇ સ્થતી નથી. અફગાનિસ્તાન પણ શાંતિ મંત્રણા તરફ વધી રહ્યુ છે.
સાઉદી -ઇરાનનો મામલો થોડોક વિસ્ફોટક છે પરંતુ તેને લઇને સંકટ એટલી વહેલી તકે આવનાર નથી. ઇમરાનના અસલ એજન્ડાને સમજવામાં થોડીક તકલીફ પડી શકે છે. એવુ પણ બની શકે કે એજન્ડાને સમજી ન શકાય. પરંતુ ઇમરાનને સાંભળ્યા બાદ એક ખાસ બાબત ઉભરીને સામે આવે છે તે એ છે કે તેઓ ભ્રષ્ટાચારથી મુક્ત ઇચ્છે છે. આરોગ્ય અને પર્યાવરણ પર ધ્યાન આપવા માટે ઇચ્છુક છે. ઇમરાન ખાને જે મુદ્દા અને એજન્ડા રજૂ કર્યા છે તે એવા છે કે તેના પર તરત પરિણામ પણ મળી શકશે નહી. સુધારાની પ્રથમ ઝલક મેળવી લેવામાં પણ એક દોઢ વર્ષનો સમય લાગી જશે. ઇમરાનના રાજકીય એજન્ડાને સમજી લેવામાં પણ સમય લાગશે. આર્થિક મોરચે ઇમરાન ખાન કેવા પગલા લે છે તે બાબત પર તમામની નજર છે.પાકિસ્તાન પહેલાથી જ આર્થિક રીતે ડુબી ગયેલા દેશ તરીકે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આશરે શુન્ય અથવા તો નકારાત્કમ જીડીપી વૃદ્ધિ દરની સ્થતી છે. ફુગાવો પણ ખુબ ઉંચો છે. તંત્રમાં વીજળીને લઇને પરેશાની છે. ગંભીર પ્રકારના નિયંત્રણો અને સહાયને લઇને વિદેશી દેશો હવે ખચકાટ અનુભવ કરી રહ્યા છે. ડોલર સંકટ પણ દેખાઇ રહ્યુ છે. ઘટનાઓ ક્યારેય પણ બની શકે છે. ચોક્કસપણે બનશે. પાકિસ્તાન આજે કોઇ પણ ફરિયાદ કરવાની સ્થતીમાં નથી. કોર્ટમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવનાર છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશની અવધિ ખતમ થવાની તૈયારીમાં છે. તેમની જગ્યાએ જે કોઇ પણ આવશે તે પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે ચોક્કસપણે પ્રયાસ કરનાર છે. ઇમરાનની અસલી પરિક્ષા અહીં થનાર છે. ત્રાસવાદને લઇને પણ ઇમરાનની સામે પડકારો રહેલા છે. વિશ્વ સમુદાયમાં પાકિસ્તાનની છાપ એક ત્રાસવાદી દેશ તરીકે થયેલી છે. રક્તપાતના સતત દોર અને અનિશ્ચિત રાજકીય માહોલના કારણે પાકિસ્તાનમાં કોઇ રોકાણ કરવા માટે તૈયાર નથી. આવી સ્થતીમાં ત્રાસવાદનો અંત લાવી અથવા તો ત્રાસવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરીને રોકાણકારોના મનમાં રહેલી દહેશતને દુર કરવાની બાબત ઇમરાન ખાન માટે સરળ નથી. પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટ ખેલાડી અને હાલમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાને ૧૮મી ઓગષ્ટના દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કાળા રંગન શેરવાનીમાં ઇમરાન ખાને શપથ લીધા હતા. ઉર્દુમાં ઇમરાને શપથ લીધા હતા. નવી ચૂંટાયેલી સંસદથી ટેકો મળ્યા બાદ ઈમરાન ખાને આજે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પાટનગરમાં પ્રમુખના આવાસ ખાતે આ શપથવિધિ યોજાઈ હતી.ઇમરાન સાથે કસૌટી હવે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



