મુંબઈ,તા.૧૫
આગેવાન ફિલ્મ સર્જક વિક્રમાદિત્ય મોટવાનીએ અભિનેત્રી રાધિકા આપ્ટેને ૨૦૧૮ની મહિલા રાજકુમાર રાવ સમી ગણાવી હતી. આ વરસે એના વૈવિધ્યસભર પ્રોજેક્ટસ રજૂ થયા હતા.
૨૦૧૭ અને ‘૧૮ દરમિયાન રાજકુમાર રાવે ઓમેરટા, ફન્ને ખાન, સ્ત્રી અને લવ સોનિયા ફિલ્મો કરી હતી. હજુ મેન્ટલ હૈ ક્્યા રજૂ થવાની બાકી છે. એ જ રીતે રાધિકા આપ્ટેએ પણ આ વર્ષ દરમિયાન વૈવિધ્યપૂર્ણ રોલ્સ કર્યા હતા એમ વિક્રમાદિત્યે કહ્યું હતું.
આ વરસે એની રજૂ થયેલી ફિલ્મોમાં પેડમેન, લસ્ટ સ્ટોરીઝ, સેક્રેડ ગેમ્સ અને ઘૌલનો સમાવેશ થાય છે.
જા કે રાધિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું પોતે આ વર્ષને મારું શ્રેષ્ઠ વર્ષ ગણતી નથી. હજુ મારું બેસ્ટ તો આવવાનું બાકી છે. જા કે એની વેબ સિરિઝ ઘૌલના સર્જક વિક્રમાદિત્ય મોટવાનીએ રાધિકાને
ઘૌલ નેટફ્લીક્સ પર ભારતની પહેલી હોરર સિરિઝ હતી જે આૅગષ્ટમાં રજૂ થઇ હતી અને એમાં રાધિકાના કામને બિરદાવવામાં આવ્યું હતું. તમે હોરર જેનરને કેમ પસંદ કર્યું એવા સવાલના જવાબમાં રાધિકાએ કહ્યું કે એમાં દરેક અંગ સપ્રમાણ હતાં અને આ હોરર સિરિઝ એકદમ મૌલિક હતી. એનો વિચાર મૌલિક હતો જેમાંથી આખી કથા તૈયાર થઇ હતી એટલે મને એમાં રસ પડયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




