મુંબઈ,તા.૧૫
૪૨ વર્ષની ઉંમરમાં પણ અમિષા પટેલ એટલી જ ગ્લેમરસ દેખાય છે જેટલી તે પોતાની યંગ એજમાં દેખાતી હતી. બ્લોકબસ્ટર ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરીને ‘ગદર’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અમિષા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તે અજાણતાં કોઇ ને કોઇ વિવાદનાં કારણે ચર્ચામાં આવી જાય છે.
કયારેક પોતાની બોલ્ડ તસવીરોનાં કારણે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બને છે અને સોશિયલ મીડિયા પર લોકો તેની આવી તસવીરોને લઇને મજાક બનાવે છે. આ વખતે તે પોતાની એક અત્યંત બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ તે ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઇ ગઇ. આ વખતે તેણે જાતે જ એક સવાલ પૂછીને ટ્રોલ કરનાર લોકોને મોકો આપી દીધો. તેનાં પર તે ખરાબ રીતે ટ્રોલ થઇ.
ટિવટર પર એક ફોટામાં ડાબી-જમણી બંને તરફથી પોતાનાં બે પોઝ શેર કરતાં તે પોતાનાં ફોલોઅર્સને પૂછી બેઠી કે તેનો રાઇટ પોઝ સારો છે કે લેફ્ટ? કેટલાંક લોકોએ તો તેનાં પર એટલી અશ્લીલ કોમેન્ટ કરી કે તે હેરાન-પરેશાન થઇ ગઇ. કેટલીક કોમેન્ટ ખરેખર ભદ્દી હતી. કેટલાંક લોકોએ તેને સલાહ આપી કે તેણે ખુલ્લેઆમ ટિવટરપર આવાં સવાલ ન પૂછવાં જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





