બારડોલી,તા.૩૧
સુરત જિલ્લાના બારડોલીની આઈ.એમ.મન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શુક્રવારના રોજ જલારામ મંદિર ખાતે પબ્લિક ફ્રીઝનો શુભારંભ કરવામાં આવશે.
આ પબ્લિક ફ્રીઝનો ઉપયોગ ઘરમાં બચેલું જમવાનું કે નાસ્તોએ ફ્રીઝમાં ફૂડ પેકેજના રીતે મૂકવામાં આવશે. જેથી બારડોલી નગરમાં ફરતા ભિક્ષ્કો તથા જરૂરતમંદ લોકોએ ફૂડ પેકેજનો ઉપયોગ કરી શકશે તથા ઘરમાં વધારાનું બચેલું અન્નનો યોગ્ય ઉપયોગ થઈ શકશે. આ ફ્રીઝનું ઉદ્ઘાટન બારડોલી તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.એન. સોલંકીના હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે બારડોલી નગર ભાજપા પ્રમુખ અજીતસિંહ સૂરમા, નગરપાલિકા પ્રમુખ ગણેશ ચૌધરી, કારોબારી ચેરમેન રાજેશ પટેલ, આઈ.એમ.મન ફાઉન્ડેશનના સ્થાપક મુન પટેલ, જલારામ ખમણના મહેશભાઇ વિઠ્ઠલાણી ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા દર મંગળવારે ભિક્ષ્કોને અન્નદાન કરવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થાના સ્વયંસેવકો દર રવિવારે ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને વિનામુલ્યે શિક્ષણની જ્યોત ફેલાવી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






