કરજણ ડેમ ની જળ સપાટી 110 મીટર જ્યારે રુલ લેવલ 1૦9.45 મિટર પહોચી એક મીટર સપાટી વધતા પાણી છોડવાની ફરજ પડશે
રાજપીપળા : નર્મદા જીલ્લા મા આવેલો કરજણ ડેમ હાલ ડેડીયાપાડામા ભારે વરસાદ ને પગલે ડેમ માં 2,721 ક્યુસેક જેવી આવક થઇ આવકને પગલે ડેમની જળસપાટી માં ઉછાળો આવ્યો અને હાલ ડેમ 8૦ % ટકા ભરાતા સપાટી 11૦ પર પહોંચી છે, માટે કરજણ ડેમને હાલ હાઇ એલર્ટ કરી દેવાયો છે અને 1 મીટર સપાટી વધે તો પાણી છોડવાની સુચના મળશે, કરજણ ડેમનું રુલ લેવલ 109.45 છે એટલે સપાટી 45 સેમી ઉપર હોય હજુ વધુ 55 સેમી સપાટી વધી તો ડેમની સુરક્ષા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવાની ફરજ પડશે એટલે કરજણ ડેમને હાઇ એલર્ટ છે અને તંત્ર ને રાત્રે પણ ડેમ પર તૈનાત રહેવા સુચાના આપી દેવાઇ છે.જો ઉપરવાસ મા રાત્રે વધુ વરસાદ પડે તો મધ્ય રાત્રીએ પણ પાણી છોડવાની ફરજ પડે એમ છે
આ બબતે ડેમના ઈજનેર એ.વી મહાલે એ જણાવ્યુ હતુ કે હાલ વરસાદ ધીમો થતા પાણીની આવક ઓછી થઈ છે પરંતુ જો રાત્રે વરસાદ વધુ પડે અને સપાટી એક મીટર થી ઉપર જાય તો પાણી છોડવું પડે હાલ વડી કચેરીને મીનીટે મિનિટે રિપોર્ટીંગ કરીએ છે, સૂચના મુજબ જો સપાટી વધે તો એકાદ ગેટ ખોલીને પાણી છોડવુ પડે બાકી પાવરહાઉસ વડે 421 ક્યુસેક પાણી ખર્ચ થાય છે, સામે 2,721 ક્યુસેક આવક છે માટે કરજણ ડેમ ના અધિકારીઓ અને કર્મચારીઓ ને એલર્ટ કરી દેવાયા છે આ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને પણ જાણ કરતા કાંઠાના ગામોને પણ સાવધ કરાયા છે, કેમકે રાત્રે પણ પાણી છોડવાનો વારો આવે માટે કરજણ ડેમ તંત્ર એકદમ સજ્જ બન્યું છે.
ચીફ રિપોર્ટર, નર્મદા ,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



