ન્યુ દિલ્હી,તા.૨
૨૦૧૯માં લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને વિખ્યાત રાજકીય રણનીતિકાર સ્ટીવ જા‹ડગનો સહારો લીધો છે. જા કે સ્ટીવ જા‹ડગનું અત્યાર સુધીનો ભારત સાથેનો અનુભવ ખાસ પ્રભાવશાળી નથી રહ્યો. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે વર્ષ ૨૦૧૭માં વિધઆનસભા ચૂંટણીમાં સ્ટીવ જા‹ડગની રણનીતિનો સહારો લીધો હતો, પરંતુ આ ચૂંટણીનું પરિણામ બધા જ જાણે છે તેમ સપાની કારમી હાર થઈ હતી. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્ટીવ જા‹ડગનો સહારો લીધો છે જે કોંગ્રેસના જ કેટલાક અંદરના ટોચના નેતાઓને ખટકી શકે છે. સ્ટીવ જા‹ડગને રાજકીય રણનીતિ ઘડવાનો લગભગ ચાર દાયકાનો અનુભવ છે. જેમાં મોટાભાગે અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીનો સમાવેશ થાય છે.
વિધાનસભા ચૂંટણી દરમિયાન સપા કોઈ વિદેશી વ્યૂહરચનાકારની સેવા લેવા વિચારી રહ્યું હતું. એક અહેવાલ મુજબ, અદવૈત સિંહ જે જા‹ડગના પૂર્વ વિદ્યાર્થી છે, તેમણે અખિલેશ યાદવ અને સ્ટીવ જા‹ડગની મુલાકાત કરાવી હતી. જા‹ડગ તે વખતે અખિલેશથી ખૂબજ પ્રભાવિત થયા હતા. સ્ટીવ જા‹ડગે અખિલેશ યાદવ માટે ચૂંટણી રણનીતિ બનાવી તેમાં ગ્રામ્ય વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. સ્ટીવ જા‹ડગે ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યની મોટાભાગની વસતી સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું હતું જેથી વધુને વધુ લોકોને પોતાની સાથે જાડી શકે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


